________________
અહિંસા
૫૮
અહિંસા
સંપૂર્ણ અહિંસકતે ન કો’ આંચ ! પ્રશ્નકર્તા : પણ આ ગોળીબાર અહિંસક માણસો ઉપર કરે છે.
દાદાશ્રી : અહિંસક માણસો ઉપર ગોળીબાર થાય પણ નહીં. એવો કોઈને કરવો હોય તો ય થાય નહીં. અહિંસક જે છેને, એને એકસો બાજુથી ગોળીઓ લઈને ફરી વળેને, તો ય પેલાને ગોળી અડે નહીં. આ તો હિંસકોને જ ગોળીબાર અડે છે. એનો સ્વભાવ છે, દરેક વસ્તુનો.
અત્યારે એકલી અહિંસા કરવામાં આવે ને તો આ સંસારમાં લૂંટી લે. ઘડીવાર જો છૂટું મૂકવામાં આવેને તો, અહીં બેસવા ય ના દે. કારણ કે એક તો કળિયુગ છે, લોકોનાં મન બગડી ગયેલાં છે. જાતજાતના વ્યસની થઈ ગયાં છે. એટલે શું ના કરે ત્યાં ? એટલે આ ગોળીઓ એક બાજુ હોય તો એક બાજુ અહિંસા રહી શકે, નહીં તો અહિંસા પરાણે પળાવડાવી પડે.
જો કે હવે આ કાળ ફેરવે છે આને ! હવે કાળ ફેરવી રહ્યું છે આ બધું અને બહુ સરસ કાળ જોશો તમે. તમે જાતે ખુદ જોશો બધું.
પ્રશ્નકર્તા : એક સંત અહિંસા પાળતા હતા તો ય એમનું ખૂન કેમ થયું ? કારણ કે હમણાં આપે કહ્યું કે અહિંસા ઉપર ગોળીબાર નથી થતો.
દાદાશ્રી : અહિંસક કોને કહેવાય ? કે કોઈના કશામાં હાથ ઘાલે નહીં, એનું નામ અહિંસક. એકને કહેશે કે આમને વધારે આપો. કારણ કે નઠારા છે. ભલે નઠારા હોય, તો ય એમને વધારે આપો. એટલે આ બાજુના પક્ષવાળાને ખોટું લાગે. એટલે આમને રીસ ચઢે. તે હિંસા કહેવાય. એમાં પડાય જ નહીં. આ ન્યાય જ ના કરાય. અહિંસક જે છે. તે ન્યાય જ ના કરે. ન્યાય કરે છે ત્યાં હિંસા છે.
બાકી, એ તો જો તમે સંપૂર્ણ અહિંસા પાળો તો તમારી ઉપર કોઈ ગોળી છોડી શકે એમ નથી. હવે સંપૂર્ણ અહિંસા એટલે શું ? પક્ષપાતી એક શબ્દ મોઢે બોલાય પણ નહીં અને બોલો તો અમુક જ શબ્દ બોલાય. બીજા શબ્દ ના બોલાય, કોઈ બે પાર્ટીના વચ્ચે પડાય નહીં, બે પાર્ટી વચ્ચે પડે તો એકની હિંસા થાય થોડી ઘણી !
જીવોની બલિ ! પ્રશ્નકર્તા : કેટલાંક મંદિરમાં જીવોની બલિ અપાય છે, એ પાપ છે કે પુણ્ય છે ?
દાદાશ્રી : એ બલિ ચઢાવનારને આપણે પૂછીએ કે તું શું માને છે આમાં ? ત્યારે એ કહે છે, હું પુણ્ય કરું છું. બકરાને પૂછીએ કે તું શું માને છે ? ત્યારે એ કહે છે, આ ખૂની માણસ છે. એ દેવને પૂછીએ તો એ કહે છે, “એ ધરે તો અમારે ના કહેવાય નહીં. હું તો કશું લેતો નથી. આ લોકો પગે અડાડીને લઈ જાય છે.' એટલે પાપ-પુણ્યની વાત તો જવા દો. બાકી, આ જે કંઈ કરો છો એ બધી પોતાની જોખમદારી છે. માટે સમજીને કરજો. પછી ગમે તે ચઢાવો, કોણ ના પાડે છે તમને ? પણ ચઢાવતી વખતે ખ્યાલ રાખજો કે હૉલ એન્ડ સૉલ રીસ્પોન્સિબિલિટી આપણી જ છે, બીજાં કોઈની નથી.
અહિંસા અતુમોદાય, ભાવતા-પ્રાર્થનાથી ! હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌહત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા. જેટલું આપણાથી બને એટલું કરવું. એના માટે કંઈ બીજા જોડે લઢી મરવાની જરૂર નથી. કોઈ કહે કે, “અમારા ધર્મમાં કહ્યું છે કે અમારે માંસાહાર કરવો.’ આપણા ધર્મે ના પાડી હોય તેથી કરીને ઝઘડો કરવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે.
અને વિશ્વ સમષ્ટિનું કલ્યાણ કરવાની ભાવના એ તો તમને આખો દહાડો રાત-દહાડો રહે છે ને ?! હા, તો એ પ્રમાણે રહેવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ બાબતમાં આપણે પ્રાર્થના તો કરી શકીએ ને ?
દાદાશ્રી : હા, હા, પ્રાર્થના કરવાની, એવી ભાવના કરવાની, એની અનુમોદના કરવાની. કો'ક માણસ જો ના સમજતો હોય તો આપણે એને સમજાવવો. બાકી આ હિંસા તો આજથી નથી, એ તો પહેલેથી ચાલુ જ છે. આ જગત એક રંગનું નથી.