________________
અહિંસા
૫૧
અહિંસા
જેવું લાગે. હવે એવું બોલ્યા ને, તેના ફળરૂપે આ કૂતરાં બચકાં ભરી જાય, બીજાં બચકાં ભરી જાય. કુદરતને ઘેર તૈયાર સામાન હોય છે, બધે બોમ્બાર્ડિંગ કરવા. તમે જે કર્મ બાંધ્યા છે, એ કર્મ ચૂકવવા માટે એની પાસે બધું જ સાધન તૈયાર છે.
એટલે જો તમારે આ જગતમાંથી, આ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો કોઈ તમને દુઃખ દે, પણ તમારે સામે દુઃખ ના દેવું જોઈએ. નહીં તો સહેજ પણ દુ:ખ દેશો તો આવતે ભવ એ સાપણ થઈને તમને કેડશે, બધી હજાર રીતે વેર લીધા વગર રહેશે નહીં. આ દુનિયામાં સહેજે ય વેર વધારવા જેવું નથી. પછી આ દુ:ખો આવે છે, તે આ બધી ઉપાધિ કરી, કોઈકને દુ:ખ દીધાં, તેનાં જ દુઃખો આવે છે ને ! નહીં તો દુઃખ હોય નહીં દુનિયામાં.
પ્રશ્નકર્તા : એટલે આ જીવન તો એક શાશ્વત સંઘર્ષ જ છે.
દાદાશ્રી : હા, પણ જો તમે અહિંસક વાતાવરણ કરશો તો સાપ પણ તમને કરડે નહીં. સામો તમારી પર સાપ નાખે તો યે કરડે નહીં, નાસી જાય બિચારો. વાધે ય તમારું નામ ના દે. આ અહિંસાનું એટલું બધું બળ છે કે ન પૂછો વાત ! અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી નિર્બળતા નથી ! આ તો બધું હિંસા થકી દુઃખ છે, નરી હિંસાથી જ દુ:ખ છે.
બાકી, આ દુનિયામાં કોઈ વસ્તુ તમને કરડી શકે એમ છે જ નહીં. અને જે કરડી શકે છે એ જ તમારો હિસાબ છે. માટે હિસાબ ચૂકતે કરી દેજો. અને કરડી ગયા પછી તમે મનમાં જે ભાવ કરો કે “આ કૂતરાંને તો મારી જ નાખવા જોઈએ. આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ.’ તો એ પાછો નવો હિસાબ ચાલુ કર્યો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીને ઉકેલ લાવે, મહીં સહેજે ય વિષમ ના થાય !
પ્રશ્નકર્તા : પણ એ અવસ્થામાં તો જાગૃતિ-સમતા રહેતી નથી.
દાદાશ્રી : આ સંસાર પાર કરવો બહુ મુશ્કેલ છે, તેથી આ અક્રમ વિજ્ઞાન આપીએ છીએ.
ગુનેગાર, કસાઈ કે ખાતાર ? પ્રશ્નકર્તા : એક કસાઈ હોય, એ ‘દાદા’ પાસે જ્ઞાન લેવા આવ્યો. ‘દાદા’ એ જ્ઞાન આપ્યું. એનો ધંધો ચાલુ જ છે ને ચાલુ જ રાખવો છે, તો એની દશા શું થાય ?
દાદાશ્રી : પણ કસાઈની દશા શું ખોટી છે ? કસાઈએ શું ગુનો કર્યો છે ? કસાઈને તમે પૂછો તો ખરાં કે, ‘ભાઈ, તું કેમ આવો ધંધો કરે છે ?” ત્યારે એ કહેશે કે, ‘ભાઈ, મારા બાપ-દાદા કરતા હતા, તેથી હું કરું છું. મારા પેટને માટે, મારાં છોકરાનાં પોષણ માટે કરું છું.” આપણે પૂછીએ, ‘પણ તને આ શોખ છે ?” ત્યારે એ કહે, “ના, મને શોખ નથી.’
એટલે આ કસાઈ કરતાં તો માંસાહાર ખાનારને વધારે પાપ લાગે છે. કસાઈને તો એનો ધંધો જ છે બિચારાનો. એને હું જ્ઞાન આપું. અહીં મારી પાસે આવ્યો હોય તો હું જ્ઞાન આપું. એ જ્ઞાન લઈ જાય તો ય કશો વાંધો નહીં. ભગવાનને ત્યાં આનો વાંધો નથી.
કબૂતર, શુદ્ધ શાકાહારી ! આપણે ત્યાં કબૂતરખાના અહીં હિન્દુસ્તાનમાં હોય છે પણ કાગડાખાના નથી રાખ્યા ? કેમ પોપટખાના, ચકલીખાના એવું નથી રાખતા ને કબૂતરખાના જ રાખે છે ? કંઈ કારણ હશે ને ? કારણ કે આ કબૂતર એકલું જ બિલકુલ વેજીટેરિયન છે, નોનવેજને એ અડે જ નહીં. એટલે આપણા લોકો સમજયા કે ચોમાસાને દહાડે આ બિચારું શું ખાશે ? એટલે આપણે ત્યાં કબૂતરીઓ રચી અને ત્યાં પછી જુવાર નાખી આવે. હવે મહીં સડેલો દાણો હોય તો એ અડે નહીં. એની મહીં જીવાત છે માટે અડે નહીં. બિલકુલ અહિંસક ! આ મનુષ્યોએ બાઉન્ડ્રી છોડી, પણ આ કબૂતર બાઉન્ડ્રી નથી છોડતાં. કબૂતરે ય પ્યૉર વેજીટેરિયન છે. એટલે શોધખોળ કરી કે એનું બ્લડ કેવું ? બહુ જ ગરમ. વધારેમાં વધારે ગરમ બ્લડ એનું છે અને એનામાં સમજણે ય બહુ હોય. કારણ કે એ વેજીટેરિયન, પ્યૉર વેજીટેરિયન છે.
એટલે મનુષ્યો એકલાં જ ફળાહારી છે એવું નથી. પણ આપણી