________________
અહિંસા
૧૮
અહિંસા
ભાગે આ ક્યાંથી આવ્યો, ખેતીવાડીનો ધંધો ક્યાંથી આવ્યો.... ખેતીવાડીમાં તો નરી હિંસા જ છે પણ આવી નહીં, આ તો ઉઘાડી હિંસા.
પ્રશ્નકર્તા : બહુ સરસ નમૂનો લઈ આવે મારીને, તો પાછાં ખુશ થાય કે હું કેવી મારી લાવ્યો, કેવો સરસ નમૂનો મળ્યો. તેના વધુ માર્ક મળે. કેવું સરસ મેં પકડયું !
દાદાશ્રી : ખુશ થાયને ! ત્યાં આગળ એટલું જ કર્મ લાગશે, એનું ફળ આવશે પાછું, જેટલા ખુશ થયા એટલું જ કડવાટ ભોગવવી પડશે.
નોખાં હિસાબો પાપતાં... પ્રશ્નકર્તા : એક માણસે ઘાસ તોડ્યું, બીજા માણસે ઝાડ કાપ્યું, ત્રીજા માણસે મચ્છ૨ માર્યું, ચોથા માણસે હાથી માર્યો, પાંચમાં માણસે મનુષ્યને માર્યો. હવે એ બધામાં જીવ હત્યા તો થઈ જ પણ એનું પાપનું ફળ જુદું
દાદાશ્રી : જુદું જુદું. એવું છેને, તણખલાની કંઈ કિંમત જ નથી. પ્રશ્નકર્તા : પણ એમાં આત્મા તો ખરો ને ?
દાદાશ્રી : એ ખરો. પણ એ પોતે જે ભોગવે છેને, તે બેભાનપણામાં ભોગવે છેને !
પ્રશ્નકર્તા : એટલે સામાના ભોગવટા ઉપર પાપ છે?
દાદાશ્રી : સામાને ભોગવટો કેટલો છે, એના ઉપર આપણને પાપ લાગે.
પ્રશ્નકર્તા : બંગલાની આસપાસ પોતે પોતાનું ગાર્ડન બનાવે છે.
દાદાશ્રી: તેનો વાંધો નહીં. એટલો ટાઈમ આપણો નકામો જાય, એટલા માટે ના પાડી છે. એ જીવો માટે ના નથી પાડી.
પ્રશ્નકર્તા : પણ આપણે નિમિત્ત બન્યા કહેવાઈએ.
દાદાશ્રી : નિમિત્તનો વાંધો નહીં. જગત નિમિત્તરૂપ જ છે. એ એકેન્દ્રિય જીવોને કંઈ દુઃખ નથી દેતા આપણે. એ બધું ચાલ્યા જ કરે.
એકેન્દ્રિય જીવો કે જેની ચિંતા કરવાની નથી, તેની મૂંઝવણ ઘાલી દીધી. પણ જાણી-જોઈને રસ્તે જતાં ઝાડનાં પાંદડા કામ ના હોય તો તોડશો નહીં, અનર્થકારી ક્રિયાઓ ના કરશો. અને દાતણની જરૂર હોય તો તમારે ઝાડને કહેવું કે, “મને એક ટુકડો જોઈએ છે.” એવું માગી લેવું.
પ્રશ્નકર્તા : એક માણસ ફૂટપાથ ઉપર ચાલતો હોય, બીજો માણસ ઘાસ ઉપર ચાલતો હોય. ફેર તો ખરો જ ને ?
દાદાશ્રી : ખરું પણ એમાં બહુ લાંબો ફેર નથી. આ તો લોકોએ ઉલટું ઘાલ ઘાલ કર્યું છે. મોટી વાત રહી ગઈ ને નાની વાતો ઘાલી. લોકોની જોડે ચિઢાવું એ મોટી હિંસા કહી છે. સામાને દુઃખ થાય ને !
નિયમ, ખેતીમાં પુણ્ય-પાપનો.... પ્રશ્નકર્તા : આ ખેડૂત ખેતી કરે છે એમાં પાપ છે ?
દાદાશ્રી : બધે પાપ છે. ખેડૂત ખેતી કરે એમાં ય પાપ છે અને આ અનાજના દાણાનો ધંધો કરે એ બધા ય પાપ છે. દાણામાં જીવડાં પડે કે ના પડે ? અને લોક જીવડાં સાથે બાજરો વેચે છે. અરે, જીવડાંના ય પૈસા લીધા ને તે ખાધા ?!
પ્રશ્નકર્તા: પણ ખેતી કરનારને એક છોડને ઉછેરવો પડે છે અને બીજા છોડને ઉખેડવો પડે છે. તો ય એમાં પાપનો ભાર ખરો કંઈ ?
દાદાશ્રી : ખરો ને ! પ્રશ્નકર્તા : તો ખેડૂત ખેતી કેવી રીતે કરે ?
દાદાશ્રી : એ તો એવું છે ને, એક કાર્ય કરો તેમાં પુણ્ય ને પાપ બંને ય સમાયેલું હોય. આ ખેડૂત ખેતી કરે, તે બીજા છોડવાને ઉખેડી નાખે ને પેલા કામના છોડવાને રાખે, એટલે એને ઉછેરે છે. જેને ઉછેરે છે, એમાં એને બહુ પુણ્ય બંધાય અને જેને કાઢી નાખે છે, એનું એને પાપ બંધાય છે. આ પાપ પચ્ચીસ ટકા બંધાય ને પુણ્ય એને પંચાર ટકા બંધાય પછી પચાસ ટકાનો ફાયદો થયો ને !
પ્રશ્નકર્તા: તો એ પાપ અને પુણ્ય ‘પ્લસ-માઈનસ થઈ જાય ?