________________
| દશા-૪
| ૨૫ |
સુદીર્ઘકાલ પર્યત સત્ય, હિત, મિત અને પરિમિત વાણી બોલનાર વચન-સંયમીની આરાધના કરે છે, તેમ જ મૌનની આરાધના કરનાર વચનનું તપ કરે છે, આ પ્રકારની આરાધનાથી જીવ આદેય નામકર્મનો બંધ કરે છે. આચાર્યોએ પૂર્વભવમાં આ પ્રકારની આરાધના કરી હોવાથી તેમને આદેય વચન-વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગણિ આદેય વચનથી જ અનુશાસન કરી શકે છે. (ર) મધુર વચન - માધુર્ય પૂર્ણ, ગંભીર વચનો મધુર વચન કહેવાય છે. વચનની મધુરતા વ્યક્તિને સર્વજન પ્રિય બનાવે છે, તેવી વ્યક્તિ સહજતાથી, સરળતાથી અનુશાસન કરી શકે છે, તેથી ગણિ સાર ગર્ભિત, આગમ સંમત મધુર વચનો બોલે છે. તેઓ નિરર્થક, મોક્ષ માર્ગથી વિરોધી કર્કશ કે કઠોર વચનો બોલતા નથી. (૩) અનિશ્ચિત વચન - નિશ્રિત એટલે રાગ-દ્વેષ યુક્ત વચનો અને અનિશ્રિત એટલે રાગ-દ્વેષમુક્ત વચનો. સર્વજનને હિતકારક, નિષ્પક્ષ વચનો શાંત ભાવે બોલવા. ગણિએ ચતુર્વિધ સંઘનું સંચાલન કરવાનું હોવાથી પક્ષપાત રહિત ભાષા બોલવી જોઈએ. (૪) અસંદિગ્ધ વચન - સંદિગ્ધ એટલે સંશય, સંદેહ કે શંકાયુક્ત વચનો અને અસંદિગ્ધ એટલે ઇષ્ટ અર્થને વ્યક્ત કરતાં અસંશયાત્મક, સ્પષ્ટ, સત્ય વચન બોલવા. સંદેહ રહિત, સ્પષ્ટ વચનથી શિષ્યો શાસત્રોના રહસ્યોને, શાસ્ત્રોની આજ્ઞાને કે આરાધનાના માર્ગને સમજી શકે છે, તેથી ગણિ સંદિગ્ધ-સંદેહાત્મક વચન ન બોલે.
- સંક્ષેપમાં ગણિના વચનો સર્વજનોને ગ્રાહુ, મધુર, પક્ષપાતરહિત અને સ્પષ્ટ હોય છે. તેવા ગુણસંપન્ન વચનો જ ગણિની સંપદા છે. (૫) વાચના સંપદા - | ६ से किं तं वायणासंपया ? वायणासंपया चउव्विहा पण्णत्ता, तं जहाविजयं उद्दिसइ, विजयं वाएइ, परिणिव्वावियं वाएइ, अत्थणिज्जावए यावि भवइ । से त वायणासंपया । ભાવાર્થ - પ્રશ્ન-વાચના સંપદાના કેટલા પ્રકાર છે? ઉત્તર-વાચના સંપદાના ચાર પ્રકાર છે, જેમકે – (૧) વિચિંત્ય ઉદિશતિ– શિષ્યની યોગ્યતાનો નિશ્ચય કરીને સૂત્ર ભણવાનું સૂચન કરે (૨) વિચિંત્ય વાચયતિ–શિષ્યની યોગ્યતાનો વિચાર કરીને સૂત્રાર્થની વાચના આપે (૩) પરિનિર્વાપ્ય વાચયતિ–પહેલાં ભણાવેલા સૂત્રાર્થને શિષ્ય ધારણ કરી લે, તેની ધારણા દઢ થઈ જાય પછી આગળ અધ્યયન કરાવે. (૪) અર્થ નિર્યાપકતા–અર્થની સંગતિપૂર્વક નય અને પ્રમાણથી અધ્યયન કરાવે, આ ચાર પ્રકારની વાચના સંપદા છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વાચના સંપદાના ચાર અંગનું પ્રતિપાદન છે. ગુરુ મુખેથી સાંભળેલા શાસ્ત્રના રહસ્યોને સરળ, સ્પષ્ટ ભાષામાં શિષ્ય સમક્ષ પ્રગટ કરવા, શિષ્ય સમુદાયને શાસ્ત્રના અર્થ સમજાવવા, તેને વાચના કહે છે. સર્વ ગુણ સંપન્ન એકલી વ્યક્તિ વિશાળ કાર્યક્ષેત્રમાં વધુ સફળ થઈ શકતી નથી, તેથી ગણિએ વાચના દ્વારા બહુશ્રુત, ગીતાર્થ, પ્રતિભા સંપન્ન શિષ્યો તૈયાર કરવા જોઈએ. હેતુ, દષ્ટાંત આદિ દ્વારા શાસ્ત્રની વાચના આપવી તે ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. તેના ચાર અંગ છે, યથા