________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
(ર) અનવત્રાપ્ય શરીરતા– સુરૂપ, સુડોળ શરીરના ધારક હોય (૩) સ્થિર સંહનનતા– શરીરનો બાંધો સુદૃઢ હોય (૪) બહુપ્રતિપૂર્ણેન્દ્રિયતા– સર્વ ઇન્દ્રિયો પરિપૂર્ણ હોય – આ ચાર પ્રકારની શરીરસંપદા છે. વિવેચનઃ
२४
પ્રસ્તુત સૂત્રમાં શરી૨ સંપદાનું વર્ણન છે. શુભનામ કર્મના ઉદયે પ્રભાવશાળી, સુડોળ, સુંદર લાવણ્ય–કાંતિમય શરીર પ્રાપ્ત થાય છે. શરીરની સ્વસ્થતા અને સુદર્શનીયતા વ્યક્તિત્વને પ્રતિભા સંપન્ન બનાવે છે અને તે ધર્મ પ્રભાવનામાં સહાયક બને છે. રોગી, અશોભનીક(વિકલાંગ) શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક બનતું નથી. ગણિ માટે સુડોળ, કાંતિમય, પ્રભાવશાળી, સુંદર શરીર સંપત્તિ રૂપ છે, તેથી તેને સંપદા કહે છે. શરીર સંપદાના ચાર અંગ છે, યથા
(૧) આરોહ—પરિણાહ સંપન્નતા :- આરોહ એટલે ઊંચાઈ અને પરિણાહ એટલે પહોળાઈ. ગણિનું શરીર સપ્રમાણ હોય છે. ગણિનું શરીર અતિ ઊંચું-અતિ નીચું(ઠીંગણું), અતિ જાડું—અતિ પાતળું ન હોય. (૨) અનવત્રાપ્ય શરીરતા :- અવત્ર એટલે અંગોપાંગની હીનતા. ખૂંધ આદિ નીકળ્યા હોય તેવી બેડોળતા, કુરૂપતા અને અંગોપાંગની હીનતા આદિ ન હોય તેને અનવત્ર કહે છે. ગણિનું શરીર સપ્રમાણ અને સુવ્યસ્થિત હોય છે. તેઓ બીજાને હાસ્યાસ્પદ અને પોતાને શરમજનક શરીરના ધારક ન હોય. ગણિ સુંદર દેહાકૃતિના ધારક હોય છે.
(૩) સ્થિર સંહનનતા :- ગણિ સુદઢ શરીરના ધારક હોય છે. બળવાન શરીરવાળા જ ઉપદેશાદિથી ગચ્છનો નિર્વાહ કરી શકે છે.
(૪) બહુપ્રતિપૂર્ણેન્દ્રિયતા :- ગણિના શરીરમાં આંખ, નાક, કાન વગેરે સર્વ ઇંદ્રિયોની પરિપૂર્ણતા હોવી જરૂરી છે, ઇન્દ્રિયોની પરિપૂર્ણતા સમિતિ, ગુપ્તિના પાલનમાં સહાયક બને છે.
(૪) વચન સંપદા ઃ
५ से किं तं वयणसंपया ? वयणसंपया चउव्विहा पण्णत्ता, તેં નહાआदेयवयणे यावि भवइ, महुरवयणे यावि भवइ, अणिस्सियवयणे यावि भवइ, असंदिद्धवयणे यावि भवइ । से तं वयणसंपया ।
=
ભાવાર્થ:- પ્રશ્ન- વચનસંપદાના કેટલા પ્રકાર છે ? ઉત્તર- વચનસંપદાના ચાર પ્રકારના છે, જેમકે– (૧) આઠેય વચન – જેનું વચન સર્વને ગાલ્લુ હોય. (૨) મધુર વચન– મધુરભાષી હોય (૩) અનિશ્રિત વચન– રાગ-દ્વેષ રહિત વચન બોલનાર હોય (૪) અસંદિગ્ધ વચન– સંદેહરહિત વચન બોલનાર હોય, આ ચાર પ્રકારની વચનસંપદા છે.
વિવેચનઃ
ધર્મના પ્રચાર–પ્રસારનું મુખ્ય સાધન વાણી છે. સમસ્ત વ્યવહારનું કારણ વાણી છે. સત્ય, પ્રિય, હિતકારી વચનો ગણિની સંપત્તિ છે, તેથી તેને સંપદા કહે છે. વચન સંપદાના ચાર અંગ છે, યથા(૧) આઠેય વચન :– ગુરુના આદેશ વચનો, આજ્ઞાકારી વચનો અને હિતશિક્ષાના વચનોને શિષ્ય હર્ષથી સ્વીકારે, લોકો પણ તેમના વચનોને પ્રમાણ રૂપ માને, તેવી પ્રભાવકતા જે વચનોમાં (વાણીમાં) હોય, તે આઠેય વચન છે.