________________
[ ૨૨ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ ગણિસંપદાનું વર્ણન છે. ગણિનો પ્રથમ આવશ્યક ગુણ છે આચાર સંપન્નતા. જેનો આચાર શુદ્ધ હોય તેનો વ્યવહાર અને વિચાર પણ શુદ્ધ હોય છે. આચાર :- ભિન્ન-ભિન્ન રીતે આચારની અનેક વ્યાખ્યાઓ થાય છે– (૧) વીતરાગ પરમાત્મા કથિત આચરણને આચાર કહે છે. (૨) આ + વાર, આ - મર્યાદા, વાર - આચરણ કરવું. મર્યાદામાં રહીને, મર્યાદાપૂર્વક આચરણ કરવું, મર્યાદામાં વિચરવું, તેને આચાર કહે છે (૩) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચ પ્રકારના(પંચાચાર) આચારનું પાલન કરવું, તે આચાર છે (૪) જ્ઞાનાદિ વિષયક અનુષ્ઠાનો કે મોક્ષ પ્રાપ્તિ અર્થે જે અનુષ્ઠાન વિશેષનું આચરણ કરવામાં આવે, તે આચાર છે (૫) ગુણ વૃદ્ધિ માટેના આચરણને અર્થાત્ સાધુજનોના આચરણને આચાર કહે છે () તીર્થકર ગણધરાદિના આચારને અનુસરીને જ્ઞાનાદિના સેવનની વિધિને આચાર કહે છે (૭) પ્રથમ અંગસૂત્ર આચારાંગ સૂત્રના અધ્યયનથી પંચાચારનું જ્ઞાન થાય છે, તેથી તે પણ આચાર કહેવાય છે અર્થાત્ આચારાંગ સૂત્રમાં વર્ણિત વિષયોના આચરણને આચાર કહે છે. ગણિ માટે આ આચાર સંપત્તિ રૂપ છે, માટે તેને સંપદા કહે છે.
આચાર સંપદાના ચાર અંગ છે, યથા(૧) સંયમધુવયોગયુક્તતા:- સંયમમાં ધ્રુવયોગ એટલે સંયમ સાથે યોગોનો નિશ્ચલ સંબંધ, મન, વચન, કાયા, આ ત્રણ યોગ સંયમમાં લયલીન બની જાય તે સંયમધુવયોગયુક્તતા કહેવાય છે. સંયમની ક્રિયાઓમાં મન, વચન, કાયાના યોગોને ધ્રુવ એટલે નિશ્ચલ, સ્થિર રાખવા આવશ્યક છે. ત્રણે યોગની સ્થિરતા અને એકાગ્રતાથી જ સંયમ ક્રિયાઓનું યોગ્ય તથા યથાર્થ રીતે પાલન થઈ શકે છે. ચંચળતા કે અસ્થિરતા સાધનામાં બાધક છે. (૨) અસંપ્રગુહીતાત્મા :- જેનો આત્મા અહંકારથી રહિત છે, તે અસંપ્રગૃહીતાત્મા કહેવાય છે. ગણિએ હું આચાર્ય છું, હું ગચ્છાધિપતિ છું વગેરે પદ પ્રાપ્તિના અહંકારથી રહિત, જાતિ આદિના મદથી રહિત બની વિનીત ભાવે રહેવું જોઈએ. અહંકારનો ભાવ આચાર શુદ્ધિમાં બાધક બને છે. (૩) અનિયતવૃત્તિતા:- અનિયત – અનિશ્રિત એટલે અપ્રતિબદ્ધ, વૃત્તિ-વિહાર, ગણિએ અપ્રતિબદ્ધપણે વિચરણ કરવું જોઈએ. ગણિએ કોઈ સ્થાન કે વ્યક્તિ સાથે આસક્તિના બંધનથી બંધાઈને એક સ્થાનમાં સ્થિર રહેવું ન જોઈએ. ગામોગામ વિહાર કરવાથી જ આચાર શુદ્ધિ અને ધર્મની પ્રભાવના થઈ શકે છે. (૪) વઢશીલતા:- તેના ત્રણ અર્થ છે– (૧) જ્ઞાન અને દીક્ષા પર્યાયમાં વૃદ્ધ અર્થાત્ મોટા હોય, તેના જેવા શીલ, સંયમ, નિયમ, ચારિત્રમાં પરિપક્વ બનવું જોઈએ. શરીર અને મન વિકાર રહિત હોય તે વૃદ્ધશીલ કહેવાય છે. (૨) વૃદ્ધ અને ગ્લાનની સેવા માટે ઉત્સુક રહેતા સાધુ જેવા થવું, તે વૃદ્ધશીલતા કહેવાય છે (૩) વૃદ્ધની જેમ ગંભીર, શાંત સ્વભાવવાળા થવું. ગણિએ બાળભાવ ન રાખતા પ્રૌઢતા ધારણ કરવી જોઈએ. ક્યારેક લઘુવયમાં આચાર્ય પદની પ્રાપ્તિ થાય છે પરંતુ તેના વિચારોની ગંભીરતા, વિશાળ તા અને પ્રૌઢતા હોવી જરૂરી છે. (ર) શ્રુત સંપદા:| ३ से किं तं सुयसंपया ? सुयसंपया, चउव्विहा पण्णत्ता, तं जहा- बहुस्सुए