________________
પ્રાથન
૭
બીજી દશા ŘORRORROROR
પ્રાકથન
પ્રસ્તુત બીજી દશામાં ૨૧ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. શબલ દોષો એટલે સંયમ ઘાતક દોષો. દુર્બળ વ્યક્તિ પોતાના ગજા ઉપરાંત વજન ઉપાડે તો તે મૃત્યુ પામે છે, તેમ ૨૧ પ્રકારની દૂષિત પ્રવૃત્તિથી સંયમનો નાશ થાય છે. સંયમ જીવનના મોટા-મોટા અપરાધો શબલ દોષ કહેવાય છે. શબલ દોષો ગુણના દોષો છે, તે મહાવ્રતોને દૂષિત કરે છે. તે સંયમ જીવનમાં વિશેષ અસમાધિને ઉત્પન્ન કરે છે, તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે.
મૂળ
સવત્ત અર્ધમાગધી શબ્દની સંસ્કૃત છાયા સવત્ત અને શવત થાય છે. (૧) સવત્ત એટલે બળવાન, ભારે. સબલ દોષ એટલે બળવાન–મોટા દોષો. તે સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરે છે. (૨) શવતનો અર્થ છે કાબર ચીતરું. શવન વુર ચારિત્ર ચૈ: ક્રિયાવિશેષનિમિત્તમૂર્ત સમ્પધને તે ક્રિયાવિશેષઃ રાવા કવ્યો । –મુનિહર્ષિણી ટીકા. જે ક્રિયાઓના નિમિત્તે ચારિત્ર શબલ કાબરચિતરું(મલિન, ડાઘ– વાળુ) બની જાય છે, તે ક્રિયાઓને શબલ દોષ કહે છે.
*
વૃત્તિકા૨ે શબલના બે પ્રકાર કહ્યા છે– (૧) દ્રવ્ય શબલ– કાબરચિતરા વર્ણવાળા ગાય, ઘોડા વગેરે દ્રવ્ય શબલ અને (ર) ભાવ શબલ- મહાવ્રત ઘાતક મોટા દોષોથી દૂષિત ચારિત્ર ભાવ શબલ છે. દોષ સેવનના ચાર પગથિયા છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર, મૂળમ આદિમત્તુ તિવુ બંનેનું સવનો મતિ, વત્વ મને સખ્વમંત્તે । –ચૂર્ણિ. અતિક્રમાદિત્રણના સેવનથી શબલ દોષ થાય છે. અનાચારમાં સર્વથા વ્રત ખંડિત થાય છે. તલ્થ પવિત્તુળને અતિવમો, પમેળે વતિમો, હળે અતિવારો, પરિયોને બનાવો । કોઈ ગૃહસ્થ પોતાને ઘેર ભોજન માટે આવવા સાધુને આમંત્રણ આપે અને સાધુ સાંભળીને તેનો સ્વીકાર કરે તો અતિક્રમ, પાત્રા લઈને આમંત્રિત આહાર લેવા જાય તો વ્યતિક્રમ, પાત્રમાં આત્રિત આહારાદિ ગ્રહણ કરે તો અતિચાર અને આત્રિત આહારાદિ ભોગવે તો અનાચાર છે. અતિચાર પર્યંતના દોષ સેવનના ત્રણે પ્રકાર શબલ દોષ ૨૫ છે.
મૂળ ગુણમાં દોષ લાગવા રૂપ શબલ દોષોના અનેક પ્રકાર સંભવે છે, પરંતુ અહીં ૨૧ શબ્દલ દોષ કહ્યા છે. અન્ય શબલ દોષ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે.
܀܀܀܀܀