________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
અને અનેક અનર્થ સર્જાય છે, તેથી સંઘમાં ભેદ પડાવવો તે અસમાધિસ્થાન છે. (૮) કલહ કરવો :- કલહ એટલે વાયુદ્ધ. પ્રાયઃ અસત્ય ભાષાથી કલેશ ઉત્પન્ન થાય છે, ક્યારેક સત્ય ભાષણથી પણ કલેશ ઉત્પન્ન થાય છે. સત્ય, મૃદુ, શાંત ભાષા કલ્યાણકારી છે, તેથી અપ્રિય, કઠોર કે કલેશકારી ભાષાનો પ્રયોગ કરવો અસમાધિસ્થાન છે. (૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખા-ખા કરવું – ભોજનના સમયે ભોજન કરી લીધા પછી પણ આખો દિવસ ખાતા રહેવાથી શરીર અસ્વસ્થ થાય છે, રસાસ્વાદની આસક્તિ વધે છે. સ્વાધ્યાયાદિ થઈ શકતા નથી, તેથી સંયમ વિરાધના તથા સ્વવિરાધના થાય છે.
સંયમ નિર્વાહ માટે સાધુ મર્યાદિત ભોજન કરે છે. શાસ્ત્રોમાં છ કારણે આહાર કરવાનું કથન છે, તેથી વારંવાર આહાર કરવો, તે અસમાધિસ્થાન છે. (૨) અઝા આહારપાણી વગેરે ગ્રહણ કરવા - આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરે આવશ્યક વસ્તુઓ ૧૬ ઉગમનના, ૧૬ ઉત્પાદનના અને ૧૦ એષણાના દોષોને ટાળીને નિર્દોષપણે ગ્રહણ કરવી જોઈએ. સદોષ વસ્તુ ગ્રહણ કરવાથી છકાય જીવોની હિંસા, સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય છે.
આ રીતે સાધુએ આત્મવિરાધના, જીવવિરાધના કે સંયમવિરાધના થાય તેવા પ્રત્યેક અસમાધિ સ્થાનનો ત્યાગ કરીને સમાધિસ્થાનનું સેવન કરવું જોઈએ, તેનાથી સંયમમાં સમાધિ પ્રાપ્ત થાય છે.
તે પ્રથમ દશા સંપૂર્ણ |