________________
દશા-૧૦
| ૧૨૧]
जं तेणेव भवग्गहणेणं सिज्झइ जाव सव्वदुक्खाणं अंतं करेइ ।
तए णं ते बहवे णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म समणं भगवं महावीरं वदति णमसंति, वंदित्ता णमंसित्ता तस्स ठाणस्स आलोयंति पडिक्कमंति जाव अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जति । ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણો! મેં ધર્મનું પ્રતિપાદન કર્યું છે. આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
આ ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ કરતા તે સાધુ-સાધ્વી તપ સંયમમાં પરાક્રમ કરતાં સર્વ પ્રકારના કામથી, સર્વ પ્રકારના રાગથી વિરક્ત થાય છે, સર્વ સંગથી રહિત થાય છે. સર્વથા સર્વ સ્નેહ બંધનથી મુક્ત થઈને સંપૂર્ણતઃ ચારિત્રની આરાધના કરે છે.
ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન યાવતુ અનુત્તર મોક્ષમાર્ગની અર્થાત્ રત્નત્રયની આરાધનાથી આત્માને ભાવિત કરતાં તે અણગાર ભગવંતને અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે તે અરિહંત ભગવાન જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી બને છે. તે દેવ, મનુષ્ય, અસુર, આદિ લોકના પર્યાયોને જાણે છે, જેમ કે જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ તથા તેના દ્વારા ખાવા-પીવાના ઉપયોગમાં લેવાતા પદાર્થો અને તેના દ્વારા થતી પ્રગટ અને ગુપ્ત સર્વ ક્રિયાઓને તથા વાર્તાલાપને, ગુપ્તવાર્તા અને માનસિક ચિંતનને પ્રત્યક્ષરૂપે જાણે છે, જુએ છે. તે સંપૂર્ણલોકમાં સ્થિત સર્વજીવોના, સર્વ ભાવોને જાણતાં, જોતાં વિચરણ કરે છે.
તે આ રીતે વિચરણ કરતાં તે કેવળી ભગવાન અનેક વર્ષો કેવલપર્યાયમાં વિચરણ કરે છે. પોતાના આયુષ્યના અંતિમ સમયને જાણી, તે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરી અનેક ભક્તનું– ભોજનનું અનશનથી છેદન કરે છે, ત્યાર પછી તેઓ અંતિમ શ્વાસોશ્વાસ દ્વારા સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
હે આયુષ્યમાન શ્રમણો ! આ નિદાન રહિત સાધનામય જીવનનું કલ્યાણકારી પરિણામ છે કે તે સાધક તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
ત્યારે અનેક નિર્ચન્થ-નિગ્રંથીઓએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આ નિદાનોનું વર્ણન સાંભળી, શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને પહેલા કરેલા નિદાન-શલ્યોની આલોચના પ્રતિક્રમણ કરી યાવતું પ્રાયશ્ચિત્તરૂપ તપનો સ્વીકાર કર્યો. વિવેચન -
પ્રસ્તુત સુત્રમાં નવ નિદાન અને તેના પરિણામના કથન પછી સૂત્રકારે નિદાન રહિત સાધનાના અંતિમ ફળનું કથન કર્યું છે.
જે સાધક ફળની અપેક્ષા રાખ્યા વિના આત્મસાધના કરે છે, તેના દોષો સહજ રીતે દૂર થાય છે અને આત્મગુણો પ્રગટ થાય છે. ક્રમશઃ સાધના કરતા તે સાધક ઘાતિ કર્મોનો ક્ષય કરી વીતરાગ, કેવળી, સર્વજ્ઞ બને છે અને ત્યારપછી અઘાતિ કર્મોનો નાશ કરી સિદ્ધ થાય છે.