________________
દશા-૧૦
[ ૧૧૫ ]
पत्तिएज्जा, रोएज्जा ? से णं सीलव्वय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाई पडिवज्जेज्जा ? णो इणढे समढे, से णं दसणसावए भवति ।
अभिगयजीवाजीवे जाव अट्ठिमिज्जापेमाणुरागरत्ते- अयममाउसो ! णिग्गंथे पावयणे अटे, एस परमटे, सेसे अणटे । से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूइं वासाइं समणोवासगपरियायं पाउणइ, पाउणित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवइ ।
एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे-जं णो संचाएति सीलव्वय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं पडिवज्जित्तए । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! સાધુ અથવા સાધ્વી આ રીતે નિદાન કરીને વાવત દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહદ્ધિક દેવ થાય છે યાવત દિવ્યભોગોને ભોગવે છે. તે દેવ ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતા નથી, સ્વયં પોતાની વિકર્વિત દેવીઓ સાથે પણ કામક્રીડા કરતા નથી, પરંતુ પોતાની દેવીઓ સાથે કામક્રીડા કરે છે.
તે દેવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જન્મમાં પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત તે પુરુષ એકને બોલાવે ત્યાં ચાર-પાંચ નોકરો હાજર થઈ જાય છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય! કહો, અમે આપનું શું પ્રિય કરીએ? યાવત આપને ક્યા પદાર્થ ઇષ્ટ છે?
પ્રશ્ર–આ પ્રકારની ઋદ્ધિયુક્ત તે પુરુષને શું તથારૂપના શ્રમણ-માહણ ઉભય કાળે કેવલી પ્રરૂપિત ધર્મ કહે છે? ઉત્તર- હા, કહે છે. પ્રશ્ન- શું તે કેવળી પ્રરૂપિત ધર્મને તે સાંભળે છે? ઉત્તર- હા, તે સાંભળે છે પ્રશ્ન- શું તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન- શું તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોઉપવાસ કરે છે? ઉત્તર- તે સંભવ નથી. તે કેવળ દર્શનશ્રાવક થાય છે.
તે જીવ-અજીવના યથાર્થ સ્વરૂપના જ્ઞાતા થાય છે. તેના હાડ-હાડની મજ્જામાં ધર્મ પ્રત્યે અનુરાગ હોય છે, જેમ કે- હે આયુષ્યમાન ! આ નિગ્રંથ પ્રવચન જ જીવનમાં સાર્થક છે, પરમસાર્થક છે, શેષ સર્વ નિરર્થક છે. આ રીતે તે અનેક વર્ષો સુધી દર્શન શ્રાવકધર્મની આરાધના કરે છે અને આરાધના કરીને યથાસમયે આયુષ્ય પૂર્ણ કરીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
આ રીતે હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનનું આ પાપરૂપ પરિણામ છે કે તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ કરી શકતા નથી. (૮) શ્રાવક થવાનું નિદાન અને તેનું ફળ - | २६ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे दिव्वमाणुस्सएहिं काम-भोगेहिं णिव्वेदं गच्छेज्जा, माणुस्सगा कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा अधुवा, अणिइया, असासया, चलाचलणधम्मा, पुणरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्सं विप्पजहणिज्जा ।