________________
દશા-૧૦
[ ૧૦૯ ]
अपडिक्कंते जाव आगमेस्साए दुल्लहबोहिए यावि भवइ ।
एवं खलु समणाउसो ! तस्स णियाणस्स इमेयारूवे पावए फलविवागे जं णो संचाएइ केवलिपण्णत्तं धम्म पडिसुणित्तए । ભાવાર્થ :- સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ. નિયમ અને બ્રહ્મચર્યપાલનને કોઈ વિશિષ્ટ ફળ હોય, તો હું પણ ભવિષ્યમાં આ પ્રકારના સ્ત્રી સબંધી ભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે.
હે આયુષ્માન સાધુઓ ! તે નિગ્રંથ નિદાન કરીને તેની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામે તો યાવતુ આગામી ભવમાં તેને સમ્યત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે.
હે આયુષ્માન શ્રમણો ! આ નિદાનનું આ પ્રકારનું પાપકારી પરિણામ છે કે તે કેવલી પ્રરૂપિત ધર્મને સાંભળી શકતો નથી. (૪) નિગ્રંથીઓનું પુરુષ થવાનું નિદાન અને તેનું ફળ - १८ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते, इणमेव णिग्गंथे पावयणे सच्चे जाव सव्वदुक्खाणं अंतं करेंति । ____ जस्स णं धम्मस्स णिग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी जाव पुरा दिगिंछाए जाव सा य परक्कममाणी पासेज्जा-से जे इमे उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया जाव जं पासित्ता णिग्गंथी णिदाणं करेंति- दुक्खं खलु इत्थित्तणए दुस्संचाराइं गामंतराइं जाव सण्णिवसंतराई ।
से जहाणामए अंबपेसियाइ वा अंबाडगपेसियाइ वा मातुलिंगपेसियाइ वा उच्छुखडियाइ वा संबलिफालियाइ वा बहुजणस्स आसायणिज्जा पत्थणिज्जा पीहणिज्जा अभिलसणिज्जा । एवामेव इत्थिया वि बहुजणस्स आसायणिज्जा जाव अभिलसणिज्जा त दुक्ख खलु इत्थित्तणए, पुमत्तणए णं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! મેં શ્રુત અને ચારિત્ર ધર્મનું પ્રતિપાદન કર્યું છે, આ નિગ્રંથ પ્રવચન સત્ય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
ચારિત્ર ધર્મનો સ્વીકાર કરીને, સંયમી જીવનનું પાલન કરતાં ભૂખ વગેરે પરીષહોથી પીડિત, સંયમી જીવનમાં ઉદિત કામ-મોહ સહિત પરાક્રમ કરતી સાધ્વી પુરુષને જોઈને વિચારે છે કે- આ પુરુષ વિશુદ્ધ માતૃ-પિતૃપક્ષવાળો, ઉગ્રવંશી અથવા ભોગવંશી યાવત તેની સેવામાં રહેલા અનેક સેવકો તેને પૂછે છે, હે દેવાનુપ્રિય! આપને શું જોઈએ છે? આપના માટે અમે શું લાવીએ? ઇત્યાદિ. તે પુરુષના સુખ વિભવને જોઈને તે નિગ્રંથી નિદાન કરે છે કે સ્ત્રીનું જીવન અત્યંત દુઃખમય અને કષ્ટમય છે. સ્ત્રીઓને એક ગામથી બીજા ગામમાં, એક સંનિવેશથી બીજા સંનિવેશમાં ગમનાગમન કરવું અત્યંત કઠિન છે.
જે રીતે કેરીની ચીર, બિજોરાના ટુકડા, કોઠાના ટુકડા, શેરડીના ટુકડા અને શાલ્મલીની શીંગ, ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, પ્રાર્થનીય, ઇચ્છનીય અભિલષણીય છે, તે રીતે સ્ત્રીનું શરીર પણ ઘણા મનુષ્યો માટે આસ્વાદનીય, અભિલષણીય છે, તેથી સ્ત્રીનું જીવન દુઃખમય છે અને પુરુષનું જીવન સુખમય છે.