________________
| शा-१०
८७ |
આદિના કરનારા, અંતિમ તીર્થકર વાવ સિદ્ધગતિના ઇચ્છુક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ક્રમશઃ ગ્રામાનુગ્રામ વિચરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, સંયમ અને તપથી સ્વયંની આત્મસાધના કરતાં, અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીર સ્વામીને સાધનાને યોગ્ય સ્થાનમાં રહેવાની આજ્ઞા આપજો અને ઉતરવાની વ્યવસ્થા કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં પધાર્યા છે, તે પ્રિય સમાચાર મને નિવેદિત કરજો.
२ तए णं ते कोडुबियपुरिसा सेणिएणं रण्णा भिभिसारेणं एवं वुत्ता समाणा हट्ठ-तुट्ठ-चित्तमाणंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवसविसप्पमाणहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु-एवं सामी ! तह त्ति आणाए विणएणं वयणं पडिसुणंति,
पडिसुणित्ता सेणियस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झमझेण णिग्गच्छंति, णिग्गच्छित्ता जाई इमाई रायगिहस्स बहिया आरामाणि य जाव जे तत्थ महत्तरया अणत्ता चिटुंति ते एवं वयंति जाव 'सेणियस्स रण्णो एयमटुं पियं णिवेदेज्जाह, "पियं भे भवतु' दोच्चंपि तच्चंपि एवं वयंति, वइत्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થ - શ્રેણિક રાજા બિંબિસારના વચનો સાંભળીને તે કૌટુંબિક પુરુષો(રાજ્યાધિકારીઓ)હર્ષિત થયા, સંતુષ્ટિત થયા, તેઓનું ચિત્ત આનંદિત બની ગયું, મન પ્રસન્નતા અનુભવવા લાગ્યું, હર્ષના અતિરેકથી હદય ખીલી ઊઠ્યું અને તેઓએ હાથ જોડીને મસ્તકે આવર્તન કરી, અંજલીને મસ્તક પર લગાવી, વિનયપૂર્વક રાજાના આદેશનો સ્વીકાર કરી નિવેદન કર્યું, હે સ્વામિન! આપના આદેશ અનુસાર જ બધું થશે.
આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞાનો સ્વીકાર કરીને રાજમહેલમાંથી બહાર નીકળીને, રાજગૃહ નગરના મધ્યભાગમાંથી પસાર થઈને નગરની બહાર જઈને જ્યાં આરામ ગૃહ યાવતુ ઘાસના કારખાનાઓ હતા ત્યાં પહોંચીને શ્રેણિક રાજાના આજ્ઞાધીન તે પ્રમુખ અધિકારીઓને શ્રેણિક રાજાનો સંદેશ આપ્યો યાવતુ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, તે પ્રિય સમાચાર શ્રેણિક રાજાને નિવેદિત કરવાનો રાજાનો સંદેશ બે ત્રણવાર દોહરાવીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા. | ३ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थयरे जाव गामाणुग्गामं दूइज्जमाणे जाव अप्पाणं भावेमाणे विहरइ । तए णं रायगिहे णयरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु जाव परिसा णिग्गया जाव पज्जुवासइ ।
तए णं ते चेव महत्तरगा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयहिणं पयाहिणं करेंति करेत्ता वंदति णमसति, वंदित्ता णमंसित्ता णाम-गोयं पुच्छंति, पुच्छित्ता णाम-गोयं पधारेंति, पधारित्ता एगओ मिलंति, मिलित्ता एगंतमवक्कमंति एगमवक्कमित्ता एवं वयासी