________________
| દશા-૭
૭૫ ]
ભાવાર્થ :- પ્રથમ સાત દિવસ-રાત(અહોરાત્રીની પ્રતિમાના ધારક ભિક્ષુ, શરીર પ્રત્યે મમત્વથી રહિત કાવત પરિષહાદિને સહન કરે છે.
તે ચૌવિહારા ઉપવાસ કરીને, ગ્રામ યાત્રાજધાનીની બહાર ઉત્તાનાસન-ચતા સુઈને, પાર્ષાસનપડખાભેર સૂઈને, નિષદ્યાસન-સુખાસનમાં બેસીને કાયોત્સર્ગમાં સ્થિર થાય છે. કાયોત્સર્ગ(ધ્યાન)થી પતિત કરે તેવા દેવ, મનુષ્ય, અથવા તિર્યંચ સબંધી ઉપસર્ગો આવે, તો પણ તે અણગાર ધ્યાનથી વિચલિત કે પતિત થતાં નથી.
મળમૂત્ર નિવારણને રોકતા નથી, પરંતુ પૂર્વે પ્રતિલેખન કરેલી ભૂમિપર મલમૂત્રનો ત્યાગ કરીને, ફરી સ્વસ્થાને આવી વિધિવત્ કાયોત્સર્ગ કરે છે. આ રીતે આ પહેલી સાત દિવસ-રાતની ભિક્ષુ પ્રતિમાનું સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલન કરે છે. બીજી સાત દિવસ-રાત્રિની (નવમી) ભિક્ષુપ્રતિમા :| २३ एवं दोच्चा सत्तराईदिया वि । णवरं-दंडाइयस्स वा, लगडसाइस्स वा, उक्कुडुयस्स वा ठाणं ठाइत्तए। सेसं तं चेव जाव आणाए अणुपालित्ता भवइ। ભાવાર્થ :- આ રીતે બીજી સાત દિવસ-રાત(અહોરાત્ર)ની ભિક્ષુ પ્રતિમાનું પણ વર્ણન જાણવું. વિશેષતા એ છે કે આ પ્રતિમાના આરાધનકાળમાં દંડાસન, લકુટાસન અથવા ઉત્કટુકાસનમાં સ્થિત થાય છે. શેષ સર્વ નિયમોનું પૂર્વવતુ પાલન કરે છે યાવતું જિનાજ્ઞા અનુસાર (આ પ્રતિમાનું) પાલન કરે છે. ત્રીજી સાત દિવસ-રાત્રિની (દસમી) ભિક્ષુપ્રતિમા :२४ एवं तच्चा सत्तराईदिया वि । णवरं-गोदोहियाए वा वीरासणीयस्स वा अंबखुज्जस्स वा ठाणं ठाइत्तए । सेसं तं चेव जाव अणुपालित्ता भवइ । ભાવાર્થ :- આ રીતે ત્રીજી સાત દિવસ-રાતની (દસમી) ભિક્ષુ પ્રતિમાનું વર્ણન છે. વિશેષતા એ છે કે આ પ્રતિમાના આરાધનકાળમાં ગોદુહાસન, વીરાસન કે આમ્રકુન્શાસનમાં સ્થિત થઈને કાયોત્સર્ગાદિ કરવામાં આવે છે. શેષ વર્ણન પૂર્વવત્ યાવતુ આ પ્રતિમાનું જિનાજ્ઞા અનુસાર પાલન કરે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સાત અહોરાત્ર પ્રમાણવાળી આઠમી, નવમી, દસમી ત્રણ પ્રતિમાઓનું વર્ણન છે. વકલ્થ માં પણM– પાણી રહિત ઉપવાસ. આઠમી, નવમી અને દસમી, આ ત્રણ પ્રતિમામાં સાધક ત્રણ સપ્તાહ પર્યત ઉપવાસ અર્થાત્ એકાંતર ઉપવાસ કરે છે અને પારણામાં દિવસે આયંબિલ કરે છે. દત્તીની મર્યાદા સિવાય ગોચરી સંબંધી અન્ય સર્વ નિયમોનું પૂર્વની પ્રતિમાઓની જેમ જ પાલન કરે છે.
સાધક આ ત્રણે પ્રતિમાઓમાં ઉપવાસના દિવસે ગામની બહાર જઈને સૂત્રોક્ત કોઈ પણ આસને સ્થિર થઈને કાયોત્સર્ગ કરે છે.
આ ત્રણે પ્રતિમાઓમાં માત્ર આસનનું અંતર છે. આઠમી પ્રતિમામાં સાધક ઉત્તાનાસને, પાર્ષાસને કે નિષદ્યાસને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે.