________________
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
જીવ–અજીવાદિ તત્ત્વોના અસ્તિત્વનો સ્વીકાર કરનારા આ ક્રિયાવાદી(આસ્તિક) છે. આસ્તિકવાદી, આસ્તિકપ્રજ્ઞા, આસ્તિકદષ્ટિવાળા તેઓ સમ્યવાદી છે, તેઓ નિત્યવાદી, પરલોકવાદી છે તેઓની દૃષ્ટિએ આ લોક છે, પરલોક છે, માતા–પિતા છે, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. તેઓના મતે સુકૃત્ય- દુષ્કૃત્યનું ફળ મળે છે, શુભ કર્મોનું શુભ અને અશુભ કર્મોનું અશુભ ફળ મળે છે; કલ્યાણકારી– સારા નરસા કાર્યો સફળ (ફળવાળા) છે. જીવને તેના ફળ મળે છે યાવત્ નરક છે, નૈરયિક છે, દેવ છે, મોક્ષ છે, આ પ્રમાણે તેઓ કહે છે. તેઓની સમ્યક બુદ્ધિ અને સમ્યક દષ્ટિ આ પ્રકારની છે. તેઓની બુદ્ધિ પ્રશસ્ત ધર્મરાગમાં રત રહે છે તે મહાન ઇચ્છાવાળા હોય છે. (કોઈ દુષ્કર્મના પ્રભાવે તે નરકમાં જાય તો) ઉત્તરગામી(અલ્પવેદનાવાળા) શુક્લપાક્ષિક નૈરયિક થાય છે અને તે આગામી કાળમાં સુલભ બોધિ બને છે. તેઓને ક્રિયાવાદી કહે છે. અગિયાર ઉપાસક પ્રતિમા ઃ
૫૪
२ तत्थ खलु इमा पढमा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ, तस्स गं बहूई सीलवय-गुणवय- वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं णो सम्मं पट्ठविय-पुव्वाइं भवंति । से तं पढमा उवासगपडिमा ।
ભાવાર્થ:
પહેલી ઉપાસક પ્રતિમા– આ પ્રતિમાને ધારણ કરનારા પ્રતિમાધારી શ્રાવક સર્વધર્મમાં રુચિવાળા હોય છે અર્થાત્ શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મમાં શ્રદ્ધાવાન હોય છે, પરંતુ તે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યકપ્રકારે ધારક હોતા નથી. આ પ્રથમ ઉપાસક પ્રતિમા છે.
३ | अहावरा दोच्चा उवासगपडिमा सव्वधम्मरुई यावि भवइ, तस्स णं बहूई सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठवियाइं भवति । से णं सामाइयं देसावगासियं णो सम्मं अणुपालित्ता भवइ । से तं दोच्चा
उवासगपडिमा ।
ભાવાર્થ:- બીજી ઉપાસક પ્રતિમા – આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે. શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સમ્યક પ્રકારે ધારક હોય છે, પરંતુ તે સામાયિક અને દેશાવગાશિકવ્રતના સમ્યક પ્રતિપાલક હોતા નથી. આ બીજી ઉપાસક પ્રતિમા છે.
૪
| अहावरा तच्चा उवासगपडिमा - सव्वधम्मरूई यावि भवइ । तस्स णं बहूइं सीलवय-गुणवय-वेरमण-पच्चक्खाणपोसहोववासाइं सम्मं पट्ठवियाइं भवंति । सेणं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता भवइ । से णं चउदसि अट्ठमि उदि पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं णो सम्मं अणुपालित्ता भवइ । से तं तच्चा उवासगपडिमा ।
ભાવાર્થ :ત્રીજી ઉપાસક પ્રતિમા–આ પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ-ચારિત્રધર્મ આદિ સર્વધર્મમાં રુચિવાળા હોય છે, તે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ વગેરે વ્રતોના સભ્ય ધારક હોય છે, તે સામાયિક અને દેશાવગાશિકવ્રતનું સમ્યક પ્રકારે પરિપાલન કરે છે,