________________
| દશા
પ૩ ]
વેશ અને ભાષા બદલીને ધૂર્તતા કરવામાં અતિનિપુણ, અપયશના કામ કરનાર તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક; તે પુરુષ આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મરીને પૃથ્વીતળને ઓળંગીને નીચે નરકતલમાં(નરકમાં) સ્થિત થાય છે.
_ [ते ण णरगा अंतो वट्ठा बाहिं चउरसा अहे खुरप्पसंठाणसंठिया णिच्चंधकारतमसा ववगयगह-चंद-सूर-णक्खत्त-जोइसपहा । मेद-वसा-मस-रुहिर-पूयपडल- चिक्खिल्ललित्ताणुलेवणतला असुई वीसा परमदुब्धिगधा काउ अगणिवण्णाभा कक्खडफासा दुरहियासा असुभा णरगा। असुभा णरयस्स वेदणाओ। णो चेव ण णरएसु णेरइया णिद्दायति वा पयलायति वा सुतिं वा रतिं वा धितिं वा मतिं वा उवलभंति । ते णं तत्थ उज्जलं विउलं पगाढं कक्कसं कडुयं चंड रुक्खं दुग्गं तित्वं दुरहियासंणरएसु णेरइया णिरयवेयणं पच्चणुभवमाणा विहरति । से जहाणामए रुक्खे सिया पव्वतग्गे जाते मूलच्छिण्णे अग्गे गुरुए जतो णिण्णं, जतो दुग्गं, जतो विसम, ततो पवडति । एवामेव तहप्पगारे पुरिसज्जाते गब्भातो गब्भं जम्मातो जम्म मारातो मार दुक्खातो दुक्ख दाहिणगामिए णेरइए किण्हपक्खिते आगेमेस्साणं दुल्लभबोधिते यावि भवति ।]
તે નરકના નરકાવાસો અંદરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ હોય છે તથા નીચે અસ્ત્રાના આકારના; નિત્ય અંધકારમય હોવાથી ગાઢ અંધકારવાળા; ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષી વિમાનોની પ્રભાથી રહિત છે. તેનો ભૂમિભાગ મેદ, ચરબી, પરુ, રુધિર, માંસના કીચડથી ખરાડાયેલો છે. તે અપવિત્ર, બીભત્સ, અશુચિમય, અત્યંત દુર્ગધમય, કાપોત રંગની અત્યંત જાજ્વલ્યમાન અગ્નિ સમાન વર્ણવાળા છે; તેનો સ્પર્શ અત્યંત કઠોર છે. તે દુઃસહ્ય, અશુભ અને અશુભ વેદનાવાળા છે. તે નરકમાં રહેનારા નૈરયિકો ક્યારેય સુખપૂર્વકની નિદ્રા કે પ્રચલા-બેઠાં-બેઠાંનિદ્રાને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓને શ્રુતિ-ધર્મશ્રવણ, રતિ વિષયમાં રુચિ, ધૃતિવૈર્ય અને મ-િવિચારવાની બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે નારકી ત્યાં કઠોર, વિપુલ, પ્રગાઢ, કટુ, કર્કશ, પ્રચંડ, દુઃખદ, દુર્ગમ્ય, તીવ્ર, દુઃસહ્ય નરક વેદના ભોગવતા પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે. જેમ પર્વતના આગળના ભાગમાં કોઈ વૃક્ષ ઉત્પન્ન થયું હોય, તેનું મૂળ કાપી નાંખવામાં આવે, તો તે વૃક્ષ પોતાના ભારથી નીચે, વિષમ કે દુર્ગમ સ્થાન પર(ખીણમાં) પડી જાય છે. તેમ પૂર્વોક્ત પાપી પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજી નરકને તથા એક દુઃખથી બીજા દુઃખને પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપાક્ષિક નરકાવાસમાં ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં દુર્લભ-બોધિ થાય છે. આ પ્રથમ અધર્મપક્ષીય સ્થાન છે. તે અનાર્ય છે. આર્ય પુરુષો દ્વારા આચરણ કરવા યોગ્ય નથી, તે કેવળ-જ્ઞાનરહિત કાવત્ સમસ્ત દુઃખોનો નાશ કરનાર માર્ગ નથી. આ સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે. આ પ્રકારે અધર્મ નામના પ્રથમ સ્થાનની વિચારણા છે.]
[किरियावादी यावि भवति, तं जहा-आहियवादी आहियपण्णे आहियदिट्ठी सम्मावादी णीयावादी संति परलोगवादी अत्थि इहलोगे, अत्थि परलोगे, अत्थि माता, अत्थि पिता, अत्थि अरहंता, अत्थि चक्कवट्टी, अत्थि बलदेवा, अत्थि वासुदेवा, अत्थि सुकडदुक्कडाणं फलवित्तिविसेसे । सुचिण्णा कम्मा सुचिण्णफला भवति । दुचिण्णा कम्मा दुचिण्णफला भवंति, सफले कल्लाणपावए, पच्चायति जीवा, अत्थि णिरयादि ह अस्थि सिद्धी । से ए वंवादी एवंपण्णे एवंदिट्ठीच्छंदररागमभिणिविटे आवि भवति । से य भवति महिच्छे जाव उत्तरगामिए णेरइए सुक्कपक्खिते आगमेस्साणं सुलभबोधिते यावि भवति ।]