________________
|
५०
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
उक्कंचण-वंचण-माया-णिअडी-कवङ-कूङ-साइ-संपयोगबहुले दुस्सीले दुपरिचए दुरणुणेए दुव्वए दुप्पडियाणंदे णिस्सीले णिग्गुणे णिम्मेरे णिपच्चक्खाण-पोसहोववासे असाहू । सव्वाओ पाणाइवायाओ अप्पडिविरए जावज्जीवाए । एवं जाव सव्वाओ कोहाओ, सव्वाओ माणाओ, सव्वाओ मायाओ, सव्वाओ लोभाओ, सव्वाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ पेसुण्ण परपरिवादाओ अरतिरतिमायामोसाओ मिच्छादसणसल्लाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ ण्हाणुम्मद्दणा-अब्भंगणवण्णगविलेवण-सद्द-फरिस रस-गंध-मल्लालंकाराओ अपडिविरए जावज्जीवाए। सव्वाओ सगड-रह-जाण-जुग्ग- गिल्लि-थिल्लि-सीया-संदमाणिय-सयणासणजाण- वाहण-भोयणपवित्थरविधीओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ आस-हत्थि-गो-महिस-गवेलय-दासीदास-कम्मकरपोरुसाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ कय-विक्कय-मासद्धमास रूवगसंववहाराओ अपडिविरए जावज्जीवाए, हिरण्णसुवण्ण-धण-धण्ण-मणि-मोत्तिय-संखसिलप्पवालाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ कूडतूल-कूडमाणाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ आरभ्भ-समारंभाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ करण-कारावणाओ अपडिविरए जावज्जीवाए । सव्वाओ पयण-पयावणाओ अपडिविरए जावज्जीवाए। सव्वाओ कुट्टण-पिट्टण-तज्जण-तालण-वह-बंध-परिकिलेसाओ अपडिविरए जावज्जीवाए। जे यावण्णे तहप्पगारा सावज्जा अबोधिआ कम्मता परपाणपरित्ता वणकडा कज्जति (ततो वि अ णं अपडिविरए जावज्जीवाए ।]
તેઓ હંમેશાં આ પ્રકારની આજ્ઞા આપતા રહે છે– “આ પ્રાણીઓને ડંડા વગેરેથી મારો, તેના અંગોપાંગ કાપી નાંખો, ટુકડે ટુકડા કરી નાંખો અથવા શૂળ આદિથી વીંધી નાંખો, ચામડી ઉતરડી નાંખો” તેના હાથ પ્રાણીઓના લોહીથી ખરડાયેલા રહે છે, તે અત્યંત ક્રોધી, ભયંકર, રૌદ્ર અને નીચ, પાપકૃત્ય કરવામાં અત્યંત સાહસિક હોય છે. તેઓ પ્રાયઃ પ્રાણીઓને ઉપર ઉછાળીને શૂળી પર ઝીલે છે, બીજાને દગો આપે છે, છળ-કપટ કરે છે, બગવૃત્તિથી બીજાને છેતરે છે, ઠગે છે– દંભ કરે છે. લોકોને ઠગવા માટે દેશ, વેશ અને ભાષા બદલે છે, અસલી વસ્તુ બતાવી નકલી વસ્તુ આપે છે. તે દુઃશીલ-દુરાચારી અથવા દુષ્ટ સ્વભાવવાળા, માંસભક્ષણ, મદિરાપાન આદિનું સેવન કરનારા દુષ્ટવૃત્તિ અને દુરાચરણ કે દુર્વ્યવહાર કરવામાં આનંદ માનનારા દુર્જન હોય છે. તે સર્વ પ્રકારની હિંસાથી કે સર્વ પ્રકારના અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી; ક્રોધથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢ રે પાપસ્થાનોથી જીવન પર્યત નિવૃત્ત થતા નથી. તે આજીવન સંપૂર્ણ રીતે સ્નાન, તેલમર્દન, સુગંધિત પદાર્થો લગાડવા, સુગંધિત ચંદનાદિનું ચૂર્ણ લગાડવું, વિલેપન કરવું, મનોહર શબ્દ, મનોજ્ઞ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો ઉપભોગ કરવો, પુષ્પમાલા વગેરે અલંકાર ધારણ કરવા, ઈત્યાદિ ઉપભોગ-પરિભોગના સાધનોનો ત્યાગ કરતા નથી; સર્વ પ્રકારે ગાડી (શકટ) રથ, યાન-સર્વ પ્રકારના વાહન અર્થાત્ જળયાન, આકાશયાન-વિમાન, ઘોડાગાડી આદિ સ્થળયાન, સવારી; જુગ્ન-ડોળી, ગિલ્લી-પાલખી, થિલી-ઊંટનું પલાણ, હાથી અંબાડી, શિયા–શિબિકા, ચંદમાનિકા-પુરુષ પ્રમાણ પાલખી તથા શય્યા, આસન, યાન-વાહન, ભોગ અને ભોજન આદિ પરિગ્રહને વધારવાની વૃત્તિને જીવન પર્યત છોડતા નથી. તે સર્વ પ્રકારના ક્રય-વિક્રય તથા માસા, અર્ધા માસા અને તોલા આદિ વ્યવહારોથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી.