________________
| દશા
૪૯ ]
તેઓના વિશિષ્ટ વ્રત રૂપ મોક્ષસાધક ક્રિયારૂપે પડિમા(અભિગ્રહ)ના વર્ણન સમયે અક્રિયાવાદીનું વર્ણન અસંગત છે (૩) ચૌદ પૂર્વધર, શ્રત કેવળી શ્રી ભદ્રબાહુસ્વામી રચિત નિર્યુક્તિમાં આ દશાઓ નાની હોવાનું સૂચન છે–દીનો ૩ રૂના અફાયમાગો | નિયુક્તિ ગાથા-પ. આ દશાઓ નાની છે, તેનું વિસ્તૃત વર્ણન અંગ સૂત્રમાં છે. દરીઓ ૩રૂમો નિગૂઢાગો અનુવાદદ્દા - નિર્યુક્તિ ગાથા-૬. આ દશાઓ નાની છે, શિષ્યો પર અનુગ્રહ(ઉપકાર) માટે પૂર્વમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. નિર્યુક્તિની આ ગાથા દ્વારા સ્પષ્ટ થાય છે કે અક્રિયાવાદીનું અતિવિસ્તૃત વર્ણન અહીં સંગત નથી. (૪) છેદ સૂત્રના વિષયને અનુરૂપ ન હોવાથી આ સૂત્રપાઠ અહીં અનુપયુક્ત છે.
લિપિકાળમાં પ્રમાદથી કે લિપિદોષથી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયનનો આ (પ્રાય:) સૂત્રપાઠ અહીં સમાવિષ્ટ થઈ ગયો હોય, તેમ જણાતા પ્રસ્તુતમાં આ સૂત્રપાઠને સૂત્ર ક્રમાંક વિના કૌંસમાં અને ઈટાલી ટાઈપમાં રાખ્યો છે.
[अकिरियावादी यावि भवइ-णाहियवादी णाहियपण्णे णाहियदिट्ठी, णो सम्मावादी, णो णितियावादी णसति-परलोगवादी । णत्थि इहलोए, णत्थि परलोए, णत्थि माता, णत्थि पिता, णत्थि अरहता, णत्थि चक्कवट्टी, णत्थि बलदेवा, णत्थि वासुदेवा, णत्थि सुक्कडदुक्कडाणं फलवित्तिविसेसो । णो सुच्चिण्णा कम्मा सुचिण्णफला भवति । णो दुच्चिण्णा कम्मा दुच्चिण्णफला भवंति, अफले कल्लाणपावए, णो पच्चायतिं जीवा, णत्थि णिरयादि ह णत्थि सिद्धी । से एवंवादी एवंपण्णे एवंदिट्ठी एवं छंदरागमभिणिविढे यावि भवइ । से य भवइ महिच्छे महारंभे महापरिग्गहे अहम्मिए अहम्माणुए अहम्मसेवी अहम्मिट्ठ अधम्मक्खाई अधम्मरागी अधम्मपलोई अधम्मजीवी अधम्मपलज्जणे अधम्मसीलसमृदाचारे अधम्मेण चेव वित्तिं कप्पेमाणे विहरइ ।]
જીવ-અજીવાદિ તત્વોના અસ્તિત્વને નહીં સ્વીકારનારા આ અક્રિયાવાદી(નાસ્તિક-મિથ્યાત્વી) છે. નાસ્તિકવાદી, નાસ્તિકપ્રજ્ઞા, નાસ્તિકદષ્ટિવાળા તેઓ સમ્યવાદી નથી. પદાર્થની નિત્યતાના વિરોધી હોવાથી તેઓ નિત્યવાદી નથી. આ લોક (પુણ્ય-પાપ), પરલોક (સ્વર્ગ, નરક, પુનર્જન્માદિ)ને માનતા ન હોવાથી તેઓ પરલોકવાદી નથી. તેઓની દષ્ટિએ માતા-પિતા નથી; અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, નરક, નૈરયિક નથી; સુકૃત્ય દુષ્કૃત્યના ફળ નથી; શુભકર્મ શુભ ફળ આપે, અશુભ કર્મ અશુભ ફળ આપે, આ સિદ્ધાંત પણ નથી; સારા-નરસા કાર્યોનું કોઈ ફળ નથી; આત્માને પરલોકમાં ઉત્પન્ન થવાપણું નથી; નરક, સ્વર્ગ, મોક્ષ આદિ નથી; તેઓ આ પ્રમાણે કહે છે, તેઓની બુદ્ધિ તથા દષ્ટિ આ પ્રકારની છે, તેઓનું ચિંતન સાંસારિક રાગથી ગ્રસ્ત છે અર્થાતુ નાસ્તિકવાદીનું ચિંતન અને આચરણ આ પ્રકારનું હોય છે.
તેઓ મોટી ઇચ્છાઓ-મહત્ત્વાકાંક્ષાવાળા હોય છે, તે મહારંભી અને મહાપરિગ્રહી હોય છે, તેઓ અધાર્મિક, અધર્મનું અનુસરણ કરનારા અથવા અધર્મની અનુજ્ઞા દેનારા, અધર્મિષ્ઠ, અધર્મની જ ચર્ચા કરનારા, અધર્મમય જીવન જીવનારા, અધર્મને જ જોનારા, અધર્મના કાર્યમાં અનુરક્ત, અધર્મમય શીલ અને અધર્મમય આચારવાળા તથા પાપયુક્ત ધંધાથી આજીવિકા ઉપાર્જન કરતાં જીવન પસાર કરે છે.
["हण, छिंद, भिंद" वेकत्तए लोहियपाणी पावो चंडो रुद्दो खुद्दो साहस्सिओ