________________
પ્રાથના
| છઠ્ઠી દશા | પ્રાક્કથન છROCRORDRORDROR
* પ્રસ્તુત છઠ્ઠી દશાનું નામ ઉપાસક પ્રતિમા (વાસ-પડિયા) છે. પૂર્વની પાંચ દશામાં મુખ્યરૂપે શ્રમણોની આચારસંહિતાનું કથન છે જ્યારે આ દશામાં શ્રાવકના આચારનું દિગ્દર્શન કરાવ્યું છે. કે જેઓ શ્રમણોની સમીપે ધર્મનું શ્રવણ કરે છે, શ્રમણોની સેવા, ઉપાસના કરે છે, તેઓ ઉપાસક કે શ્રમણોપાસક કહેવાય છે. શ્રાવક અને શ્રમણોપાસક એકાર્થક છે, અર્થાત્ એક જ અર્થને પ્રગટ કરે છે, તેમ છતાં કોઈક અપેક્ષાએ બંને શબ્દના અર્થમાં થોડો તફાવત છે. ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યકત્વી જીવ દર્શન શ્રાવક કહેવાય છે, તેથી સમ્યગ્દર્શનના ધારક જીવો શ્રાવક પદના અધિકારી છે. વ્રતોને ધારણ કરે ત્યારે તે શ્રમણોપાસક કહેવાય છે. આગમમાં સમોવાણ નાપશબ્દનો પ્રયોગ ૧૨ વ્રતધારી શ્રાવકો માટે કરવામાં આવ્યો છે. આ દષ્ટિએ અવિરતિ સમ્યગ્દષ્ટિને શ્રાવક અને દેશવિરતિ સમ્યગ્દષ્ટિને શ્રમણોપાસક કહે છે. * પડિમા, પ્રતિમા. પ્રતિજ્ઞા એકાર્થક શબ્દ છે. વ્રત વિશેષતપ વિશેષ કે અભિગ્રહનો સ્વીકાર કરવો, તેને પ્રતિમા કહે છે. વૃત્તિકાર પ્રતિમા શબ્દનો અર્થ કરતાં કહે છે કે પ્રતિમા એટલે સમાનતા, અન્યના બાહ્ય વેશની સમાનતા દ્રવ્ય પ્રતિમા અને ઉચ્ચકોટિના સાધકોના ગુણોની સમાનતા પ્રાપ્ત કરવી, તે ભાવપ્રતિમા છે. * પ્રસ્તુતમાં ઉપાસકની અગિયાર પ્રતિમાનું વર્ણન છે. તેનો પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. પ્રથમ દર્શન પ્રતિમા છે. તેમાં ધર્મના ભિન્ન-ભિન્ન સર્વ પાસાઓ પ્રત્યે રુચિ-શ્રદ્ધા હોય છે. બીજીથી અગિયારમી પ્રતિમામાં ક્રમશઃ સમ્યકુચારિત્રની આરાધના વિધિનું કથન છે. * એક-એક પ્રતિમાના પાલન દ્વારા શ્રમણોપાસક ચારિત્રમાં ક્રમશઃ વિકાસ કરતો જાય છે. અગિયાર પ્રતિમાની આરાધનામાં થતો ક્રમિક વિકાસ આ પ્રમાણે છે- (૧) ધર્મ રુચિ (૨) અણુવ્રતાદિનું પાલન (૩) યથાસમયે સામાયિક–દેસાવગાસિક વ્રત પાલન (૪) પર્વ તિથિના પૌષધ વ્રત (૫) પૌષધમાં રાત્રિ કાઉસ્સગ્ગ (૬) સ્નાન, રાત્રિભોજન, ધોતીનો કચ્છ બાંધવો, મૈથુન સેવન વગેરેનો ત્યાગ (૭) સચિત્તાવાર ત્યાગ (૮) સ્વયં આરંભ (પાપકારી કાર્ય) કરવાનો ત્યાગ (૯) આરંભ કરાવવાનો ત્યાગ (૧૦) પોતાના માટે બનાવેલા ભોજનનો ત્યાગ (૧૧) શ્રમણ જેવી વેશભૂષા, ઉપકરણ ધારણ કરી સ્વજનોના ઘેરથી ભિક્ષા કરી શ્રમણ જેવા નિયમોનું પાલન. આ રીતે શ્રમણોપાસક અગિયારમી “શ્રમણભૂત પ્રતિમામાં શ્રમણ જેવી અવસ્થાએ પહોંચી જાય છે. આત્મ સાધનાનો આ સુંદર ક્રમારોહ પ્રત્યેક ગૃહસ્થ સાધક માટે મનનીય છે, આદરણીય અને કરણીય છે.