________________
૨૪૬ ]
શ્રીવ્યવહાર સૂત્ર
સંચમ છોડીને જનારને ગણમાં પાછા લેવાની વિધિઃ|३२ भिक्खू य गणाओ अवक्कम्म ओहावेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, णत्थि णं तस्स केई तप्पत्तियं छेए वा परिहारे वा, णण्णत्थ एगाए सेहोवट्ठावणियाए । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને સંયમનો ત્યાગ કરે અને ત્યારપછી તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય, તો તેના માટે દીક્ષાછેદ કે તપ આદિ કોઈ પ્રાયશ્ચિત્ત નથી. તેને “છેદોપસ્થાપના'નવી દીક્ષા સિવાય અન્ય કોઈ માર્ગ નથી અર્થાત્ તેને પુનઃ દીક્ષા આપીને ગણમાં લેવામાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એકવાર સંયમનો સંપૂર્ણ ત્યાગ કરનાર સાધુને પુનઃ ગચ્છમાં લેવાની વિધિનું કથન છે. ભાષ્યકારે સંયમનો ત્યાગ કરવાના મુખ્ય ત્રણ કારણોનું કથન કર્યું છે. (૧) ઉપસર્ગ–પરીષહો સહન ન થવાથી (૨) સાધુઓની પરસ્પર કલહ આદિ સંયોગજન્ય પ્રતિકૂળતાથી (૩) મોહનીયકર્મના ઉદય જન્ય વિષયાસક્તિના આવેગથી, આ ત્રણ કારણોમાંથી કોઈ પણ કારણથી સાધુ સંયમનો ત્યાગ કરે અને ત્યાર પછી કદાચ તેને કોઈ પણ નિમિત્તથી પુનઃ સંયમ સ્વીકાર કરીને ગચ્છમાં રહેવાની ઇચ્છા થાય, તો તેને પુનઃ છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરીને અર્થાત્ નવી દીક્ષા આપીને ગચ્છમાં રાખી શકાય છે. નલ્થિ તપ્પત્તિયે વરૂ છે વા પરિહારે વા.... તેને સંયમનો ત્યાગ કરવા માટે કોઈ તપ કે છેદ પ્રાયશ્ચિત્ત હોતું નથી. જેણે સંયમનો પૂર્ણતઃ ત્યાગ કર્યો હોય, તેના સર્વ સંયમપર્યાયો નાશ પામી ગયા હોય છે. સંયમ પર્યાય હોય, તો તેની તપ કે છેદ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ શકે, પરંતુ આંશિક પણ સંયમ પર્યાય જ ન હોય તેના માટે પ્રાયશ્ચિત્તનો કોઈ માર્ગ રહેતો નથી. તેને બીજીવાર દીક્ષા જ આપવાની રહે છે. આલોચના કરવાનો ક્રમ:३३ भिक्खू य अण्णयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता इच्छेज्जा आलोएत्तए, जत्थेव अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, तस्सतिय आलोएज्जा जाव अहारिह तवोकम्मं पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- સાધુ કોઈ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઇચ્છે, તો જ્યાં પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાય હોય, ત્યાં તેમની પાસે જઈને આલોચના કરે વાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે. ३४ णो चेव णं अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, जत्थेव संभोइयं साहम्मियं पासेज्जा बहुस्सुयं बब्भागम, तस्संतियं आलोएज्जा जाव अहारिहं तवोकम्म पायच्छित्तं पडिवज्जेज्जा । ભાવાર્થ:- જો પોતાના આચાર્ય અથવા ઉપાધ્યાય ન હોય, તો જ્યાં બહુશ્રુત, ઘણા આગમોના જાણકાર, સાંભોગિક(એક માંડલામાં આહાર કરનાર) સાધર્મિક સાધુ હોય, તેમની પાસે જઈને આલોચના કરે થાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મનો સ્વીકાર કરે.