________________
| ઉદ્દેશક-૧
[ ૨૪૫ ]
કલહ કરે, ગચ્છ અથવા ગચ્છ પ્રમુખની નિંદા કરે અથવા ફરી ગચ્છને છોડે, અન્ય સાધુઓને પણ વિચલિત કરી ગચ્છ છોડાવે ઈત્યાદિ પ્રવૃત્તિથી ગચ્છની તથા જિનશાસનની હીલના થાય છે, તેથી ઉપરોક્ત વિષયોની દીર્ધદષ્ટિથી વિચારણા કરીને જ આગંતુક સાધુને ગચ્છમાં લેવા જોઈએ. પાર્થસ્થ તથા બકુશ કે પ્રતિસેવના કુશીલનો તફાવત - (૧) જે સાધુ અનિવાર્ય પરિસ્થિતિ વિના દોષનું સેવન કરે છે. (૨) અનિવાર્ય પરિસ્થિતિમાં દોષ સેવન કરીને શુદ્ધિ કરતા નથી. (૩) સંયમની મર્યાદાઓથી વિપરીત આચરણ સદાને માટે સ્વીકારી લે છે. તે શિથિલાચારી, પાર્શ્વસ્થ, આદિ કહેવાય છે
અને જે સાધુ અનિવાર્ય પરિસ્થિતિથી વિવશ થઈને દોષનું સેવન કરે પરંતુ ત્યાર પછી પ્રાયશ્ચિત્ત લઈને દોષોની શુદ્ધિ કરી લે છે અને વિશેષ પરિસ્થિતિથી નિવૃત્ત થાય, ત્યારે તે સદોષ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરે છે તે બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથ કહેવાય છે.
કેટલીક પ્રતોમાં સંસ્થવિહીર પરિમં ૩વસંપત્નિા પાઠ જોવા મળે છે. પરંતુ પાર્શ્વસ્થ વગેરે શિથિલાચાર પ્રતિમા રૂપ નથી. તેનો લક્ષપૂર્વક સ્વીકાર કરવાનો હોતો નથી. તેથી પ્રસ્તુતમાં તેને કૌંસ અને ઇટાલી ટાઈપમાં રાખ્યો છે. અન્યલિંગગ્રહણ કરનારને ગણમાં પાછા લેવાની વિધિઃ|३१ भिक्खू य गणाओ अवक्कम्म परपासंड पडिम उवसंपज्जित्ताणं विहरेज्जा, से य इच्छेज्जा दोच्चं पि तमेव गणं उवसंपज्जित्ताणं विहरित्तए, णत्थि णं तस्स तप्पत्तियं केइ छए वा परिहारे वा, णण्णत्थ एगाए आलोयणाए । ભાવાર્થ :- કોઈ સાધુ ગણમાંથી નીકળીને અન્યલિંગને ધારણ કરીને વિચરતાં હોય અને તેને ગણમાં પાછા આવવાની ઇચ્છા થાય તો તેને લિંગપરિર્વતનની આલોચના સિવાય દીક્ષાછેદ અથવા કપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યલિંગ ગ્રહણ કર્યા પછી તે સાધુને પુનઃ ગણમાં પાછા લેવાની વિધિનું કથન છે.
સામાન્ય રીતે લિંગ પરિવર્તન કરવાના બે કારણ છે– (૧) કષાયને આધીન થઈ આવેશમાં આવીને લિંગ પરિવર્તન કરવું. (૨) અસહ્ય ઉપસર્ગોથી ઉદ્વિગ્ન થઈને ભાવ સંયમની રક્ષા માટે લિંગ પરિવર્તન કરવું. જેમ કે કોઈ દેશના રાજા આહતધર્મ કે નિગ્રંથ સાધુઓના દ્રષી કે વિરોધી હોય, તે ક્ષેત્રને વિહાર આદિમાં પસાર કરવું અનિવાર્ય હોય અથવા તે ક્ષેત્રમાં અન્ય કોઈ પણ કારણે અમુક સમય રહેવું જરૂરી હોય, તો સાધુ અલ્પ સમય માટે લિંગ પરિવર્તન કરે છે.
આ રીતે અનિવાર્ય સંયોગોમાં લિંગ પરિવર્તન કરનાર સાધુ પરિસ્થિતિ પૂર્ણ થતાં પુનઃ સ્વલિંગનો સ્વીકાર કરીને ગચ્છમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે, તો તેને લિંગ પરિવર્તન માટે કેવળ આલોચના પ્રાયશ્ચિત્ત જ આવે છે. તેણે સંયમી જીવનમાં અન્ય દોષોનું સેવન કર્યું હોવાથી તેને તપ આદિ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
કષાયને આધીન થઈને લિંગ પરિવર્તન કર્યું હોય, તેને દીક્ષા છેદ અથવા પુનઃ નવી દીક્ષાનું આરોપણ કરીને જ ગચ્છમાં લેવામાં આવે છે. પ્રસ્તુત સૂત્રમાં કેવળ આલોચના પ્રાયશ્ચિત્તનું જ કથન છે, તેથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત પ્રસંગમાં અનિવાર્ય સંયોગોમાં લિંગ પરિવર્તન કરનાર સાધુનું જ કથન છે.