________________
સત્રોમાં આવા
પર્શ કરી ઉપાદઆપ્યું છે અને
અર્થાતુ ઉપાદાનની શુદ્ધિ ન થઈ હોય અને ઉપાદાનની અપરિપક્વતા હોય ત્યારે આવા અશુભ નિમિત્તો જીવને પરાધીન કરે છે. એટલે સાધકે ઉપાદાનની સાધનાની સાથે સાથે નિમિત્તોથી પણ બચવાનું છે. નિમિત્ત સ્વયં અકિંચિત્ છે, પરંતુ તે ઉપાદાનની અશુદ્ધિના આધારે મહા કર્તુત્વનો ભાગ ભજવે છે એટલે આ બધા શાસ્ત્રોમાં આવા કોમળ નિમિત્તોથી બચવા માટે પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને નિમિત્તોની પ્રબળતાને અથવા તેની અનુકૂળતાને સ્પર્શ કરી ઉપાદાન મેલું ન થાય તે માટે સંખ્યાબંધ આજ્ઞાઓ ફરમાવી છે.... અસ્તુ..
અહીં અમે છેદશાસ્ત્રની પૃષ્ઠભૂમિરૂપ આ અભિગમ પૂર્ણ કરીએ છીએ. વસ્તુતઃ તે કેવળી ગમ્ય છે, છદ્મસ્થ બુદ્ધિએ ઓછું-વધતું મૂલ્યાંકન થયું હોય તે અરિહંતો અને સિદ્ધ ભગવંતોની સાક્ષીએ ક્ષમ્ય છે.
આ અભિગમના નિમિત્તે શાસ્ત્ર પર્યાલોચના કરવાનો “આગમ સમિતિના ત્યાગી વંદોએ અમને જે અવસર આપ્યો છે તે બદલ શત્ શત્ અભિનંદન આપીએ છીએ અને ઘણા જ પરિશ્રમપૂર્વક આવા ગહન શાસ્ત્રોનું અધ્યયન કરી આપ સૌ જે રીતે સ્વાધ્યાયરૂપી તપ કરી શાસન પ્રભાવના કરી રહ્યા છો અને કરોડો જીવોને આગળ ઉપર શાસ્ત્ર સરોવરમાં અવગાહન કરવાની તક મળશે તે નિરવ પુણ્યના આપ સૌ સહભાગી બનશો. તે બદલ પણ હાર્દિક મંગલકામના પાઠવી સૌને સદ્ભાવ સાથે આશીર્વાદ આપતા આનંદ અનુભવીએ છીએ.
જયંત મુનિ પેટરબાર