________________
**
આંગળી ચિંધીને એમ કહે કે— ‘આ આહાર મને આપો અને આ આહાર મને ન આપો' એવી ચિકાસ કરે, તે ભિક્ષુ કે ભિક્ષુણી દોષના ભાગી બને છે. આ રીતે નામ નિર્દેશપૂર્વક વસ્તુ માંગવામાં સાધુની લાલસા પ્રગટ થાય છે, તે ઉપરાંત ગૃહસ્થો ઉપર પણ તેનો ખરાબ પ્રભાવ પડે છે.
આહાર સંબંધી અને ગોચરી સંબંધી ઘણી ઘણી સૂચનાઓ છે તે જ રીતે બીજા સેંકડો બાહ્ય નિયમોનું વિધાન કરી શાસ્ત્રકારે એક સખત અનુશાસન પ્રણાલી સ્થાપિત કરી છે અને જો તે અનુશાસનને અનુસરે નહીં તો તેના માટે ડગલે-પગલે પ્રાયશ્ચિત્તનું વિધાન છે. આગળ ચાલીને પ્રાયશ્ચિત્તને વફાદાર રહેનારા અને પ્રાયશ્ચિત્તને યોગ્ય રીતે ન અનુસરનારા એવા બે ભેદ ઉપસ્થિત કરી પારિહારિક અને અપારિહારિક સાધકોનું વિવેચન કર્યું છે. આવા બંને પક્ષના સાધક એક બીજા સાથે હળી-મળી ન જાય તે માટે યોગ્ય શિક્ષા આપી છે.
ભગવાનનું આખું શાસન ઘણા કાયદાઓથી અને દંડાત્મક વિધાનોથી ભરેલું હોવા છતાં ખાસ ખૂબી એ છે કે સર્વત્ર અહિંસક દષ્ટિનો ખ્યાલ રાખવામાં આવ્યો છે અને સાધકને અથવા સાધનાહીન વ્યક્તિને કષ્ટ અપાય તેવો કોઈપણ ઉલ્લેખ નથી. મન, વચન અને કર્મથી તેઓ દુભાય અથવા પીડિત થાય તેવું પગલું ભરવાનો ઉદ્દેશ જરાપણ સ્થાન પામ્યો નથી. ભગવાન મહાવીર સ્વામીનું અમર વાક્ય નહાસુä દેવાળુપ્રિયા મા પડિબંધ હૈં એ ભાવનાને બરાબર જાળવી રાખવામાં આવી છે. આખું શાસ્ત્ર નાનામાં નાની પર્વતીય ઊંચી-નીચી કેડી ઉપરથી પાર થાય છે, પરંતુ ક્યાંય બેલેન્સ ગુમાવ્યું નથી. આ ઉલ્લેખ ફક્ત છેદશાસ્ત્ર માટે નહીં પરંતુ સમગ્ર આગમ વાણીમાં જોઈ શકાય છે. છેદશાસ્ત્રમાં તેનું વધારે પ્રગટ દર્શન થાય છે.
અસ્તુ... . અહીં અમે આટલું ‘છેદશાસ્ત્ર' વિષે કહીને વિરમીએ છીએ. કહેવાનું તો ઘણું જ વિપુલ છે અને ઘણા જ ઉદાહરણો છે પરંતુ પ્રબુદ્ધ સંત-સતીજીઓ એ જે પરિશ્રમ કર્યો છે અને આગળ સમગ્ર શાસ્ત્રનો ભાવાર્થ અને વિવેચન આપી રહ્યા છે, તેથી અમે વિશેષ સ્પર્શ કર્યો નથી. અહીં એટલું જ કહેવાનું છે કે સાધકના જીવનમાં જે લક્ષ નક્કી કર્યું છે, તે લક્ષથી હટી જવાય તેવા નાના-મોટા ભૌતિક સાધનો અને ખાસ કરીને પોતાનું શરીર પણ એક ભૌતિક સાધન છે, જેમાં કર્મભોગની અને વિષયાત્મક ભોગની જે નિર્મિતિ છે, તે બધી અંતઃકરણથી લઈ મનોદશા અને ત્યારબાદ અંગઉપાંગમાં જાળરૂપે પથરાયેલી છે. જેમ જાળમાં ફસાયેલું મૃગ તરફડે તેમ સાધક આ સૂક્ષ્મ વાસનામય જાળમાંથી નીકળવા માટે પ્રયાસ કરે ત્યારે તે નાના-મોટા નિમિત્તોમાં અટવાઈ જાય છે અને યોગશાસ્ત્ર અનુસાર ‘નિમિત્ત આધીન જીવ કરી શકે ન કલ્યાણ’
AB
26