________________
૩૭૬
શ્રીવ્યવહાર સૂત્ર
२१ | कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डगं वा खुड्डियं वा साइरेग अट्ठवासजाय उवट्ठावेत्तए वा संभुंजित्तए वा ।
ભાવાર્થ :સાધુ-સાધ્વીઓને આઠ વર્ષથી વધારે ઉંમરવાળા બાળક-બાલિકાને વડી દીક્ષા આપવી અને તેની સાથે આહાર કરવો કલ્પે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ક્ષુલ્લક-ફુલ્લિકા અર્થાત્ નાની ઉંમરના બાલક–બાલિકાની ઉપસ્થાપનાનું કથન છે. જો માતા-પિતા આદિની સાથે કોઈ કારણે નાની ઉંમરના બાળકને દીક્ષા આપવામાં આવે તો પણ સાધિક આઠ વર્ષ અર્થાત્ ગર્ભકાળ સહિત નવ વર્ષ પહેલાં વડીદીક્ષા ન દેવી જોઈએ. તેટલો સમય પૂર્ણ થયા પછી વડી દીક્ષા દઈ શકાય છે.
સામાન્ય રીતે આ વય પહેલાં દીક્ષા પણ ન દેવી જોઈએ, તેથી સૂત્રોક્ત ઉપસ્થાપનાનું વિધાન અપવાદિક પરિસ્થિતિની અપેક્ષાએ છે, તેમ સમજવું જોઈએ અથવા ઉપસ્થાપના શબ્દપ્રયોગથી દીક્ષા અથવા વડીદીક્ષા બંને સૂચિત છે. તેમ પણ જણાય છે.
સૂત્રમાં સંમુત્તિક્રિયાપદ છે, તેનો અર્થ છે કે ઉપસ્થાપના-વડીદીક્ષા પહેલાં નવદીક્ષિત સાધુને એક માંડલે આહાર કરાવી શકાતો નથી, કારણ કે ત્યાં સુધી તે સામાયિક ચારિત્રવાળા હોય છે. વડીદીક્ષા પછી તે છેદોપસ્થાપનીય ચારિત્રવાળા થાય અને ત્યારપછી તેની સાથે એક માંડલે આહાર કરવાનું વિધાન છે. બાલ સાધુને આચારપ્રકલ્પના અધ્યયનનો નિષેધ -
२२ णो कप्पर णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डगस्स वा खुड्डियाए वा अवंजणजायस्स आयारपकप्पे णामं अज्झयणे उद्दित्तिए ।
ભાવાર્થ :સાધુ અને સાધ્વીઓએ અવ્યંજનજાત અર્થાત્ અપ્રાપ્ત યૌવનવાળા બાલ સાધુ અથવા સાધ્વીને આચારપ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કલ્પતુ નથી.
२३ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा खुड्डागस्स वा खुड्डियाए वा वंजणजायस्स आयारपकप्पे णामं अज्झयणे उद्दित्तिए ।
ભાવાર્થ :- સાધુ અને સાધ્વીઓને વ્યંજનજાત અર્થાત્ યૌવન પ્રાપ્ત સાધુ અથવા સાધ્વીને આચાર પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કલ્પે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અવ્યંજનજાત સાધુ-સાધ્વીને આચારપ્રકલ્પના અધ્યયનનો નિષેધ કર્યો છે. अवंजणजायस्स :- अप्राप्तषोडशवर्षस्य क्षुल्लकस्य, अप्राप्त यौवनायाः क्षुल्लिकाया वेत्यर्थः । સોળ વર્ષથી ઓછી ઉંમરવાળા અથવા અપ્રાપ્ત યૌવનવયવાળા સાધુ-સાધ્વીને અવ્યંજનજાત કહે છે. અપરિપક્વ સાધુ-સાધ્વી આગમના ગંભીર ભાવોના, ઉત્સર્ગ અને અપવાદ માર્ગના રહસ્યોને સમજી શકતા નથી, તેથી બાલ સાધુ-સાધ્વીને આચાર-પ્રકલ્પના અધ્યયનનો નિષેધ કર્યો છે.