________________
ઉદ્દેશક-૧૦
૩૭૩ ]
ભાવાર્થ- અંતેવાસી શિષ્યો ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે- (૧) કેટલાક શિષ્ય ઉદ્દેશન-અંતેવાસી(સૂત્ર ભણાવેલા શિષ્યો) હોય છે પરંતુ વાચના-અંતેવાસી (અર્થ ભણાવેલા શિષ્યો) નથી. (૨) કેટલાક શિષ્ય વાચના-અંતેવાસી હોય છે પરંતુ ઉદ્દેશન-અંતેવાસી હોતા નથી. (૩) કેટલાક શિષ્ય ઉદ્દેશન-અંતેવાસી પણ છે અને વાચના-અંતેવાસી પણ હોય છે. (૪) કેટલાક શિષ્ય ઉદ્દેશન-અંતેવાસી પણ હોતા નથી અને વાચના-અંતેવાસી નથી, પરંતુ ધર્મોપદેશથી પ્રતિબોધિત શિષ્ય હોય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં દીક્ષા અને વાચનાની અપેક્ષાએ આચાર્ય તથા શિષ્યની ચૌભંગીઓ દર્શાવી છે. પુષ્યવળત્તિ :- પુષ્યાય - નવી દીક્ષા, આયર- આચાર્ય. જે આચાર્ય કે વડીલ જે સાધુને નવદીક્ષા- સામાયિક ચારિત્ર આપે છે, તે તેના પ્રવ્રજ્યાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો પ્રવ્રજ્યા-અંતેવાસી શિષ્ય કહેવાય છે.
વફાવળપિ :- ૩૬ઠ્ઠાવા - વડી દીક્ષા, છેદોપસ્થાપનીય ચારિત્ર. જે આચાર્ય જે સાધુને વડી દીક્ષા આપે છે, તે તેના ઉપસ્થાપનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉપસ્થાપના-અંતેવાસી શિષ્ય કહેવાય છે. ધુમ્મરિ :- જે આચાર્યનો જે સાધુ સાથે દીક્ષા સંબંધ નથી પણ ધર્મપ્રેરણા, સંસ્કાર, સહવાસનો સંબંધ છે, તે પરસ્પર ધર્માચાર્ય અને ધર્માતેવાસી શિષ્ય કહેવાય છે.
સાર:- જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ જે સાધુને સૂત્રપાઠ ભણાવે, તે તેના ઉદ્દેશનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો ઉદ્દેશન-અંતેવાસી શિષ્ય કહેવાય છે. વાવ :- જે આચાર્ય, ઉપાધ્યાય કે વડીલ જે સાધુને સૂત્રાર્થ-પરમાર્થ ભણાવે છે, તે તેના વાચનાચાર્ય કહેવાય અને તે શિષ્ય તેનો વાચના-અંતેવાસી શિષ્ય કહેવાય છે. અન્ય અપેક્ષાએ ધર્માચાર્ય-જે ધર્મનો ઉપદેશ આપે, શિષ્યને પ્રથમવાર ધર્મમાં પ્રેરિત કરે તે ધર્માચાર્ય કહેવાય છે. આ અપેક્ષાએ ગૃહસ્થ પણ ધર્માચાર્ય હોઈ શકે છે અને કોઈ શ્રમણ પણ ધર્માચાર્ય હોઈ શકે છે.
ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય, આ ત્રણે અલગ-અલગ વ્યક્તિ પણ સંભવે છે અને એક જ વ્યક્તિ ધર્માચાર્ય, પ્રવ્રાજનાચાર્ય અને ઉપસ્થાપનાચાર્ય હોઈ શકે છે. ઉદ્દેશનાચાર્ય, વાચનાચાર્ય અને ધર્માચાર્ય પણ એક વ્યક્તિ હોય શકે છે અને ભિન્ન-ભિન્ન વ્યક્તિ પણ હોઈ શકે છે. અંતેવાસીપણામાં પણ એક વ્યક્તિ ધર્માતેવાસી, પ્રવ્રજ્યા-અંતેવાસી અને ઉપસ્થાપના-અંતેવાસી વગેરે સંભવી શકે છે.
ધર્માચાર્ય અને ધર્મ અંતેવાસી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કોઈપણ હોઈ શકે છે. જેના દ્વારા વ્યક્તિ પ્રથમ બોધ પામે તે ધર્મગુરુ અને જેને પહેલી વાર ધર્મ મળે તે તેનો ધર્મ અંતેવાસી કહેવાય છે. આ રીતે અહીં દીક્ષાગુરુ, વિદ્યાગુરુ અને ધર્મગુરુનું તથા દીક્ષાશિષ્ય, વિદ્યાશિષ્ય અને ધર્મ શિષ્યનું કથન છે. સ્થવિરના ત્રણ પ્રકાર:१८ तओ थेरभूमीओ पण्णत्ताओ, तं जहा- जाइथेरे, सुयथेरे, परियायथेरे।
सट्ठिवासजाए समणे णिग्गंथे जाइथेरे । ठाण-समवायांगधरे समणे णिग्गंथे सुयथेरे । वीसवासपरियाए समणे णिग्गंथे परियायथेरे ।