________________
૩૭૨ ]
શ્રીવ્યવહાર સૂત્ર
ધર્મ દઢતાનો ગુણ સ્થિરચિત્તતા તેમજ ગંભીરતાનો સૂચક છે અને ધર્મપ્રેમ, પ્રગાઢ શ્રદ્ધા અથવા ભક્તિ સૂચક શબ્દ છે. કેટલાક સાધકમાં આ બંને ગુણ હોય છે, કેટલાકમાં કોઈ એક ગુણ હોય છે અને કેટલાકમાં બંને ગુણોનો અભાવ હોય છે. જેનામાં આ બંને ગુણ હોય તે જ સર્વશ્રેષ્ઠ છે. આચાર્ય તથા શિષ્યોના ચાર પ્રકાર:|१४ चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- पव्वावणायरिए णामेगे णो उवट्ठावणायरिए, उवट्ठावणायरिए णामेगे णो पव्वावणायरिए, एगे पव्वावणायरिए वि उवट्ठावणायरिए वि, एगे णो पव्वावणायरिए, णो उवट्ठावणायरिए धम्मायरिए। ભાવાર્થ :- ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ) પ્રવ્રજ્યા આપે છે, પરંતુ મહાવ્રતોનું આરોપણ કરતા નથી. (૨) કેટલાક આચાર્ય મહાવ્રતોનું આરોપણ કરે છે પણ પ્રવજ્યા આપતા નથી. (૩) કેટલાક આચાર્ય પ્રવ્રજ્યા આપે છે અને મહાવ્રતોનું આરોપણ પણ કરે છે. (૪) કેટલાક આચાર્ય પ્રવ્રજ્યા પણ આપતા નથી અને મહાવ્રતોનું આરોપણ પણ કરતા નથી, તે ફક્ત ધર્મોપદેશ આપનારા હોય છે. | १५ चत्तारि आयरिया पण्णत्ता, तं जहा- उद्देसणायरिए णामेगे णो वायणायरिए, वायणायरिए णामेगे णो उद्देसणायरिए, एगे उद्देसणायरिए वि वायणायरिए वि, एगे णो उद्देसणायरिए णो वायणायरिए- धम्मायरिए । ભાવાર્થ - ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ) મૂળપાઠની વાચના આપે છે પરંતુ અર્થની વાચના આપતા નથી. (૨) કેટલાક આચાર્ય અર્થની વાચના આપે છે પરંતુ મૂળ પાઠની વાચના આપતા નથી. (૩) કેટલાક આચાર્ય મૂળપાઠની વાચના આપે છે અને અર્થની વાચના પણ આપે છે. (૪) કેટલાક આચાર્ય મૂળપાઠની વાચના આપતા નથી અને અર્થની વાચના પણ આપતા નથી, તે ફક્ત ધર્માચાર્ય હોય છે. |१६ चत्तारि अंतेवासी पण्णत्ता, तं जहा- पव्वावणंतेवासी णामेगे णो उवद्रावणंतेवासी. उवद्रावणंतेवासी णामेगे. णो पव्वावणंतेवासी. एगे पव्वावणंतेवासी वि उवट्ठावणंतेवासी वि, एगे णो पव्वावणंतेवासी, णो उवट्ठावणंतेवासी-धम्मंतेवासी । ભાવાર્થ :- અંતેવાસી શિષ્યો ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક શિષ્ય પ્રવજ્યા-અંતેવાસી (દક્ષિત શિષ્ય) છે પરંતુ ઉપસ્થાપના-અંતેવાસી (વડી દીક્ષાના શિષ્યો નથી. (૨) કેટલાક શિષ્ય ઉપસ્થાપના-અંતેવાસી છે પરંતુ પ્રવજ્યા-અંતેવાસી શિષ્ય નથી. (૩) કેટલાક શિષ્ય પ્રવજ્યા-અંતેવાસી પણ છે અને ઉપસ્થાપના-અંતેવાસી શિષ્ય પણ છે. (૪) કેટલાક શિષ્ય પ્રવજ્યા-અંતેવાસી નથી અને ઉપસ્થાપના-અંતેવાસી શિષ્ય પણ નથી, પરંતુ ધર્મોપદેશથી પ્રતિબોધિત શિષ્ય છે. १७ चत्तारि अंतेवासी पण्णत्ता,तं जहा- उद्देसणंतेवासी णामेगे णो वायणंतेवासी, वायणंतेवासी णामेगे णो उद्देसणंतेवासी, एगे उद्देसणंतेवासी वि वायणंतेवासी वि, एगे णो उद्देसणंतेवासी, णो वायणंतेवासी-धम्मंतेवासी ।