________________
૩૭૦૦
શ્રીવ્યવહાર સૂત્ર
સાધુ ગણની શુદ્ધિ પણ કરે છે અને અભિમાન પણ કરે છે. (૪) કેટલાક સાધુ ગણની શુદ્ધિ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભિન્ન ભિન્ન ગુણો તથા સ્વભાવની અપેક્ષાએ સાધુ પુરુષોની પાંચ ચૌભંગી કહી છે. તેના વિષયો આ પ્રમાણે છે–
(૧) અદૃરે- અર્થ−ઇષ્ટ, પ્રયોજનભૂત કાર્ય કરવું. ગણના હિત માટેના સર્વ કાર્ય કરવા, તેમજ સહવર્તી સાધુઓમાં કોઈપણ સેવાનું કાર્ય કરનાર અર્થકર કહેવાય છે (૨) બટ્ટુરે- ગણની સંપૂર્ણ વ્યવસ્થા સંબંધી કાર્ય કરનાર ગણાર્થકર છે (૩) નળસંગ – ગણમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની વૃદ્ધિ કરવી, સંતોને આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર આદિ તમામ આવશ્યકતાઓ સુલભ હોય, તેવા ક્ષેત્રોની વૃદ્ધિ કરવી, લોકોમાં ધર્મરુચિ વધે, જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા વધે, તેવી પ્રવૃત્તિ કરનાર ગણસંગ્રહકર છે (૪) ગળોહરે– ગણની શોભા વધારનાર. તપ, સંયમ, જ્ઞાન-ધ્યાન, ધર્મોપદેશ, વિદ્યા, સિદ્ધિ, વ્યવહાર કુશળતા વગેરે અનેક ગુણોની પરિપક્વતાથી ગણની શોભા વધારવી (૫) નળસોહીરે- ગણની શુદ્ધિ કરનાર. ચતુર્વિધ સંઘના આચારની તથા વ્યવહારની અશુદ્ધિઓને તથા સંઘ વ્યવસ્થાની ખામીઓને દૂર કરીને ઉત્તમ વ્યવસ્થા કરવી.
સૂત્રકારે આ ગુણોને અને અભિમાનને સબંધિત કરીને ચૌભંગીઓનું કથન કર્યું છે. કેટલાક સાધુ ગણને માટે ઉક્ત કાર્ય કરીને પણ અભિમાન કરતા નથી, તેવા પ્રથમ ભંગ પ્રમાણે વર્તનારા સાધુ જ સર્વશ્રેષ્ઠ છે.
બીજો ભંગ આત્માને માટે સંપૂર્ણ નિકૃષ્ટ અને હેય છે કારણ કે કાર્ય કર્યા વિના વ્યર્થ અભિમાન કરવું સર્વથા અનુચિત છે. ત્રીજો ભંગ મધ્યમ છે અર્થાત્ બીજા ભંગની અપેક્ષાએ ત્રીજો ભંગ આત્માનું અધિક અહિત કરનાર નથી તથા છદ્મસ્થ જીવોમાં તેમ થવું સ્વભાવિક છે. અધ્યાત્મસાધનામાં કામ કરીને તેનું અભિમાન કરવું તે એક અવગુણ છે, તેનાથી આત્મગુણોનો વિકાસ થતો નથી.
ચોથો ભંગ સામાન્ય સાધુઓની અપેક્ષાએ છે. તેમાં ગુણ નથી તેમ અવગુણ પણ નથી, તેવા સાધુ સંયમમાં સાવધાન હોય તો સ્વયંની સાધના કરી શકે છે પરંતુ તે ગણહિતના કાર્યોમાં સક્રિય હોતા નથી, આ કારણે આ ભંગવાળા સાધુ અધિક નિર્જરા પણ કરતા નથી તથા તેનો વિશેષ કર્મબંધ અને પુણ્યક્ષય પણ થતો નથી.
ધર્મદૃઢતાની અપેક્ષાએ પુરુષના ચાર પ્રકાર ઃ
११ चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - रूवं णाममेगे जहइ णो धम्मं, धम्मं णाममेगे जहइ णो रूवं, एगे रूवं वि जहइ धम्मं वि जहइ, एगे जो रूवं जहइ, णो धम्मं जइ ।
ભાવાર્થ :- ચાર પ્રકારના સાધુ પુરુષ કહ્યા છે, જેમ કે– (૧) કેટલાક સાધુ રૂપ (સાધુવેશ)ને છોડે છે પરંતુ ધર્મને છોડતા નથી. (૨) કેટલાક સાધુ ધર્મને છોડે છે પરંતુ રૂપ-સાધુવેશને છોડતા નથી. (૩) કેટલાક સાધુ રૂપ-સાધુવેશને પણ છોડે છે અને ધર્મ પણ છોડે છે. (૪) કેટલાક સાધુ રૂપ-સાધુવેશને પણ છોડતા નથી અને ધર્મને પણ છોડતા નથી.