________________
ઉદ્દેશક-૧૦
૩૩ ]
चंदपडिमं पडिवण्णस्स अणगारस्स, बहुलपक्खस्स पाडिवए से कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पण्णरस पाणस्स जाव एलुयं विक्खंभइत्ता दलयइ एवं से कप्पइ पडिग्गाहित्तए । बिइयाए से कप्पइ चउद्दस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउद्दस पाणस्स । तइयाए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तेरस पाणस्स । एवं एगुत्तरियाए हाणीए जाव अमावासाए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिग्गाहेत्तए, एगा पाणस्स ।
सुक्कपक्खस्स पाडिवए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, दो पाणस्स । बिइयाए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, तिण्णि पाणस्स। तइयाए से कप्पड चउ दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, चउ पाणस्स । चउद्दसमीए से कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिग्गाहेत्तए, पण्णरस पाणस्स। एवं एगुत्तरियाए वुड्डीए जाव पुण्णिमाए से य अब्भतढे भवइ। एवं खलु एसा वइरमज्झा चंदपडिमा अहासुत्तं जाव आणाए अणुपालिया भवइ । ભાવાર્થ:- વજમધ્ય ચંદ્રપ્રતિમા– સ્વીકાર કરનાર અણગાર એક માસ સુધી નિત્ય શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે છે અને જો કોઈ પરીષહ અને ઉપસર્ગ આવે તો શાંતિથી સમભાવપૂર્વક સહન કરે.
વજમધ્યચંદ્રપ્રતિમા સ્વીકાર કરનાર અણગારને (સાધુને) કૃષ્ણપક્ષની પ્રતિપદાને દિવસે પંદર પંદર દત્તી આહાર અને પાણી લેવી કહ્યું છે યાવતું ડેલીની વચ્ચે પગ રાખીને આપે તો તેની પાસેથી આહાર લેવો કલ્પ છે. બીજના દિવસે ચૌદ-ચૌદ દત્તી આહાર અને પાણીની ગ્રહણ કરવી કહ્યું છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની તેર-તેર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આ રીતે ક્રમશઃ એક-એક દત્તીને ઘટાડતાં યાવતું અમાવાસ્યાના દિવસે આહાર અને પાણીની એક-એક દત્તી ગ્રહણ કરવી કહ્યું છે.
શુકલપક્ષની એકમના દિવસે આહાર અને પાણીની બે-બે દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. બીજના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દત્તી ગ્રહણ કરવી કલ્પ છે. ત્રીજના દિવસે આહાર અને પાણીની ચાર-ચાર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. આ રીતે એક-એક દત્તીની વૃદ્ધિ થતાં વાવતુ ચૌદશના દિવસે આહાર અને પાણીની પંદર-પંદર દત્તી ગ્રહણ કરવી કહ્યું છે. પૂનમના દિવસે તે ઉપવાસ કરે છે. આ રીતે તે વજમધ્યચંદ્ર પ્રતિમાનું સૂત્ર અનુસાર વાવ જિનાજ્ઞા અનુસાર પાલન કરાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બે પ્રકારની ચંદ્ર પ્રતિમાની વિધિનું સવિસ્તાર પ્રતિપાદન છે. વંદ નં:- શુકલપક્ષમાં ચંદ્રની કલા વધે છે અને કૃષ્ણપક્ષમાં ઘટે છે, તે રીતે જે પ્રતિમાઓમાં આહારની દત્તિઓની સંખ્યા તિથિઓના ક્રમથી વધે-ઘટે છે, તે પ્રતિમાઓને ચંદ્ર પ્રતિમા કહે છે.
તેના બે પ્રકાર છે– (૧) યવમધ્યચંદ્રપ્રતિમા અને (૨) વાજમધ્યચંદ્ર પ્રતિમા. થવમધ્યચંદ્ર પ્રતિમા :- જવનો દાણો બને છેડે પાતળો અને મધ્યમાં જાડો હોય છે, તેની જેમ જે