________________
૩૫૦ ]
શ્રીવ્યવહાર સૂત્ર
ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળી મીઠાઈની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવી મીઠાઈ આપે તો સાધુને તે મીઠાઈ લેવી કહ્યું છે. ३३ सागारियस्स ओसहीओ संथडाओ, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए। ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ભોજનશાળામાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને આહાર આપે તો સાધુને તે આહાર લેવો કલ્પતો નથી. |३४ सागारियस्स ओसहीओ असंथडाओ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ભોજનશાળામાંથી શય્યાતરનો ભાગીદાર પોતાના ભાગમાં આવેલી ખાદ્ય સામગ્રી આપે તો સાધુને તે ખાદ્ય સામગ્રી લેવી કહ્યું છે. |३५ सागारियस्स अम्बफला संथडा, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળા કેરી આદિ ફળોમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને (સુધારેલા કે અચેત થયેલા) કેરી આદિ ફળો આપે તો સાધુને તે (અચેત) ફળ લેવા કલ્પતા નથી. ३६ सागरियस्स अम्बफला असंथडा, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળા કેરી આદિ ફળોમાંથી શય્યાતરનો ભાગીદાર પોતાના ભાગમાં આવેલા (સુધારેલા કે અચેત થયેલા) કેરી આદિ ફળ સાધુને આપે તો સાધુને તે અચેત ફળ લેવા કલ્પે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શય્યાતરપિંડ ગ્રહણની ગ્રાહ્યતા-અગ્રાહ્યતા વિવિધ વિકલ્પોથી સ્પષ્ટ કરી છે. શય્યાતર પિંડ :- સાધુ કે સાધ્વીઓને રહેવા માટે સ્થાન પ્રદાન કરે, તે સ્થાનના માલિકને અથવા સ્થાનની આજ્ઞા આપે તેને શય્યાતર કહે છે. શય્યાતરના ઘરના આહાર-પાણી શય્યાતરપિંડ કહેવાય છે.
૨૪ તીર્થકરના સર્વ સાધુઓને માટે શય્યાતરપિંડ અગ્રાહ્ય છે. શય્યાતરપિંડમાં ઔદેશિક, આધાકર્મ આદિ અનેક દોષોની સંભાવના હોવાથી સાધુ-સાધ્વી શય્યાતરપિંડ ગ્રહણ કરતા નથી.
સૂત્રકારે શય્યાતરના સ્વજનો, નોકરો કે ભાગીદારોના ઘરનો આહાર કઈ પરિસ્થિતિમાં ગ્રાહ્યઅગ્રાહ્ય છે, તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. શય્યાતરના મહેમાનો કે નોકરોનો આહાર - શય્યાતર પોતાના ઘેર આવેલા મહેમાનો કે નોકરી માટે આહાર બનાવે, તે આહાર મહેમાનોને કે નોકરોને જમવા માટે આપે અને કહી દે કે આપને જેટલું જમવું હોય તેટલું જમી લ્યો, વધે તેટલો આહાર પાછો આપી દેજો, અર્થાતુ મહેમાનો કે નોકરોને પ્રાતિહારિકવધેલો આહાર પાછો આપવાની શરતે આપે છે, તેમાં વધેલા આહારની માલિકી શય્યાતરની જ હોવાથી તે આહાર સાધુને અગ્રાહ્ય છે.
જો મહેમાનોને કે નોકરોને જમવા માટે ભોજન આપે અને કહી દે કે આપને જે રીતે જમવું હોય, તે રીતે જમો અને જમ્યા પછી જે આહાર વધે તે માટે પાછો જોઈતો નથી. તમારે જે કરવું હોય તે કરજો. અર્થાત્ અપ્રાતિહારિક-વધેલા આહારમાં પાછું આપવાની શરત ન રાખે. આ રીતે આપવામાં વધેલા આહારની માલિકી શય્યાતરની રહેતી ન હોવાથી તે આહાર મહેમાન કે નોકર સાધુને વહોરાવે, તો તે આહાર સાધુને ગ્રાહ્ય છે.
* '' અશ્રાવ્યું છે.