________________
ઉદ્દેશક-૯
૩૪૯ ]
ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સૂતરની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને સૂતર આપે, તો સાધુને તે સૂતર લેવું કલ્પતુ નથી. २६ सागारियस्स सोत्तियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળી સૂતરની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું સૂતર આપે, તો સાધુને તે સૂતર લેવું કહ્યું છે. | २७ सागारियस्स बोडियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને રૂ આપે તો સાધુને તે રૂ લેવું કલ્પતું નથી. २८ सागारियस्स बोडियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી રૂ ની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું રૂ આપે તો સાધુને તે રૂ લેવું કલ્પ છે. | २९ सागारियसस गंधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગંધીયશાળા-સુગંધી પદાર્થોની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને સુગંધી પદાર્થો(ઔષધરૂપે ઉપયોગી કોઈ તેલ વગેરે) આપે તો સાધુને તે સુગંધી પદાર્થો લેવા કલ્પતાં નથી. | ३० सागारियस्स गंधियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી સુગંધી પદાર્થોની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવા સુગંધી પદાર્થો (ઔષધરૂપે ઉપયોગી તેલ વગેરે) આપે તો સાધુને તે સુગંધી પદાર્થો લેવા કહ્યું છે. |३१ सागारियस्स सोंडियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી મીઠાઈની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને મીઠાઈ આપે તો સાધુને તે મીઠાઈ લેવી કલ્પતી નથી. |३२ सागारियस्स सोडियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए ।