________________
૩૩૮ |
શ્રીવ્યવહાર સૂત્ર
ક્યારેક પાટ આદિનો ઉપયોગ થોડા સમય માટે ન હોય પરંતુ ફરી તેનો ઉપયોગ કરવાનો હોવાથી સાધુએ તે પાટ આદિ ગૃહસ્થને પાછા સોંપ્યા ન હોય, ઉપાશ્રયમાં પોતાની નિશ્રામાં જ રાખ્યા હોય, ક્યારેક પાટ આદિનો ઉપયોગ ન હોવાથી ગૃહસ્થને પાછા સોંપી દીધા હોય, આવી કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સાધુને પાટ આદિની આવશ્યકતા હોય, તો તેના માલિકીની ફરી વાર આજ્ઞા લઈને વાપરી શકાય છે અથવા બીજે લઈ જઈ શકાય છે.
સંક્ષેપમાં પ્રાતિહારિક વસ્તુઓનો ઉપયોગ કરવો, તેને અન્યત્ર લઈ જવી, થોડા દિવસ રાખીને પછી ફરી ઉપયોગમાં લેવી વગેરે સર્વ માહિતી ગૃહસ્થને આપવી જરૂરી છે. શચ્યા-સંસ્તારકની આજ્ઞા પછી ગ્રહણ વિધિઃ|१० णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पुवामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अणुण्णवेत्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પહેલા શવ્યા-સંસ્તારક ગ્રહણ કરવા અને પછી તેની આજ્ઞા લેવી કલ્પતી નથી. |११ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पुव्वामेव ओग्गहं अणुण्णवेत्ता तओ पच्छा ओगिण्हित्तए । ભાવાર્થ :- સાધુ-સાધ્વીઓએ પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંસ્કારક ગ્રહણ કરવા કહ્યું છે. १२ अह पुण एवं जाणेज्जा-इह खलु णिग्गंथाण वा णिग्गंथीण वा णो सुलभे पाडिहारिए सेज्जा संथारए त्ति कटु एवं कप्पइ पुव्वामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अणुण्णवेत्तए । मा वहउ अज्जो ! बिइयं त्ति वइ अणुलोमेणं अणुलोमेयव्वे सिया । ભાવાર્થ :- જો તે જાણે કે સાધુ-સાધ્વીઓને અહીં પ્રાતિહારિક શય્યા-સંસ્તારક સુલભ નથી, તો પહેલાં સ્થાન અથવા શય્યા-સંસ્કારક ગ્રહણ કરવા અને પછી આજ્ઞા લેવી કહ્યું છે. (એ પ્રમાણે કરવાથી જો સાધુ અને શય્યા સસ્તારકના સ્વામી વચ્ચે કલેશ થઈ જાય તો આચાર્ય સાધુને આ રીતે કહે છે આર્ય ! એક બાજુથી તમે તેનું સ્થાન ગ્રહણ કર્યું છે અને બીજી બાજુથી કઠોર વચન બોલી રહ્યા છો !) હે આર્યો! આ રીતે તમારે તેની સાથે દુર્વ્યવહાર, અપરાધયુક્ત વ્યવહાર કરવો ન જોઈએ. આ પ્રકારે અનુકૂળ વચનોથી આચાર્ય તે વસ્તીના સ્વામીને અનુકૂળ કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને શય્યા-સંસ્તારક ગ્રહણ કરવાની વિધિનું પ્રતિપાદન છે. સાધુને કોઈ પણ સ્થાને બેસવું અથવા રહેવું હોય, તો સાધુએ પહેલા આજ્ઞા લેવી જોઈએ અને પછી જ ત્યાં રહેવું જોઈએ. આ રીતે પાટ આદિ અથવા તૃણ આદિ પદાર્થ લેવાના હોય તો પણ પહેલાં તેની આજ્ઞા લેવી જોઈએ, પછી જ તેને ગ્રહણ કરવા કે ઉપયોગમાં લેવા જોઈએ.
ક્યારેક કોઈ ગામ આદિમાં નિર્દોષ સ્થાન કે શય્યા-સંસ્તારકની પ્રાપ્તિ સુલભ ન હોય, તેવા ક્ષેત્રમાં થોડા સાધુઓ પહોંચી ગયા હોય, તે સાધુઓને સંયમી જીવનને અનુકૂળ નિર્દોષ સ્થાન પ્રાપ્ત થાય,