________________
પ્રાથના
[ ૩૧૧]
ઉદેશક-ક
|
પ્રાથન DRORODRORDROR
* આ ઉદ્દેશકમાં મુખ્યત્વે અગીતાર્થ સાધુ-સાધ્વીઓના આચાર માટે ઉત્સર્ગ-અપવાદ માર્ગ તથા આચાર્યાદિના અતિશયોનું કથન છે. * સાધુ-સાધ્વીએ કુટુંબીજનોના ઘરોમાં જવા માટે આચાર્યાદિની વિશિષ્ટ આજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. અગીતાર્થ અથવા અબહુશ્રુત સાધુએ પરિચિત કુળમાં ગોચરી આદિ માટે એકલા ન જવું જોઈએ. ગીતાર્થ સાધુની સાથે જ જવું જોઈએ. તે ઘરમાં પહોંચ્યા પહેલા બનેલી વસ્તુ જ લેવી જોઈએ. પછી તૈયાર થયેલી વસ્તુ ન લેવી જોઈએ. * આચાર્ય-ઉપાધ્યાયના આચાર સંબંધી પાંચ અતિશય (વિશેષતાઓ) હોય છે અને ગણાવચ્છેદકના બે અતિશય હોય છે. કે અગીતાર્થ અનેક સાધુઓને ગીતાર્થની નિશ્રા વિના નિવાસ કરવો કલ્પતો નથી પરંતુ પરિસ્થિતિવશ એક કે બે રાત રહી શકે છે. વધારે રહેવાથી તે બધા પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. * અનેક પ્રાકારવાળા અથવા માર્ગવાળા ઉપાશ્રયમાં એકલા સાધુએ રહેવું ન જોઈએ અને એક દ્વાર અથવા એક માર્ગવાળા ઉપાશ્રયમાં ગીતાર્થ સાધુ એકલા રહે, તોપણ ઉભયકાળ ધર્મજાગરણ કરતા રહેવું જોઈએ. * અન્ય ગચ્છમાંથી આવેલા ખંડિત-આચારવાળા સાધુ-સાધ્વીને પૂર્ણ આલોચના, પ્રાયશ્ચિત્ત કરાવ્યા પછી ઉપસ્થાપિત કરી શકાય છે, તેની સાથે આહાર-વિહાર અથવા નિવાસ કરી શકાય છે અને ત્યારપછી તેના આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિની નિશ્રા નિશ્ચિત કરી શકાય છે.