________________
| ઉદ્દેશક-૩
૨૮૩ |
આદિ આચરણોનું અનેકવાર સેવન કરે, તંત્ર, મંત્ર આદિથી કોઈને કષ્ટ આપે, વિદ્યા, મંત્ર, જ્યોતિષ, વૈદ્યકર્મ આદિનું પ્રરૂપણ કરે, તેવા સાધુને સૂત્રમાં પાપજીવી કહ્યા છે. તેવા કલુષિત ચિત્તવાળા અને કુશીલ આચારવાળા સાધુ આચાર્યાદિ પદવી માટે સર્વથા અયોગ્ય થઈ જાય છે. વધુ વહુના ઠાસુ - સૂત્રમાં બહુવાર” અને “બહુ આગાઢાગાઢ કારણ” આ બે શબ્દોનો પ્રયોગ છે, તેથી સ્પષ્ટ થાય છે કે એકવાર તથા પ્રકારનું આચરણ કરવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. તેને ફિક્ત તપ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. બહુ આગાઢ અર્થાત્ અનેક પ્રબળ કારણોથી પણ જો ઉક્ત દોષોનું એકવાર સેવન કરવામાં આવે તો પણ તેને દીક્ષાછેદરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે. જો તે સાધુ અનેક પ્રબળ કારણોથી અનેકવાર માયામૃષાદિ પાપનું સેવન કરી પાપમય જીવન જીવે, તો તેને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તરૂપે પદવી આપવામાં આવતી નથી.
છે ઉદ્દેશક-૩ સંપૂર્ણ