________________
| ઉદ્દેશક-૩
| ૨૮૧
|
જે સાધુ પોતાના પદનો ત્યાગ કર્યા વિના જ સાધુવેશ અને સંયમનો ત્યાગ કરે, કેટલોક સમય સંસારમાં રહીને પુનઃ દીક્ષિત થાય, તેવા સાધુને જીવન પર્યત કોઈપણ પદ આપી શકાતું નથી. તેણે પોતાના પદમાં રહીને જ પાપસેવન કર્યું હોવાથી, તે પોતાના પદને વફાદાર રહ્યા ન હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત જીવનપર્યત રહે છે.
- જે સાધુ સંયમ પાલનમાં પોતાની અક્ષમતાને જાણીને પોતાના આચાર્ય આદિ પદનો ત્યાગ કરે અને ત્યારપછી સંયમનો ત્યાગ કરે, તેવા સંયમ ભ્રષ્ટ સાધુ પુનઃ દીક્ષિત થાય, તો પણ ત્રણ વર્ષ સુધી કોઈપણ પદ માટે યોગ્ય રહેતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી જો તે નિર્વિકાર બની ગયા હોય તો તેના વ્યવહારને જોઈને તેને આચાર્ય આદિ પદ આપી શકાય છે. પાપરોવી બહુશ્રુતોને પદ પ્રદાનનો નિષેધ - | २३ भिक्खू य बहुस्सुए बब्भागमे बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्त वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- બહુશ્રુત, બહુ આગમજ્ઞ સાધુ અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયા-કપટ સહિત ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય માવત ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. |२४ गणावच्छेइए य बहुस्सुए बब्भागमे बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्त वा जाव गणावच्छेइयत्त वा उद्दिसित्तए वा धारेत्तए वा ।। ભાવાર્થ - બહુશ્રુત, બહુઆગમજ્ઞ ગણાવચ્છેદક સાધુ અનેક પ્રગાઢ કારણોથી, અનેકવાર માયાપૂર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી.
२५ आयरिय-उवज्झाए य बहुस्सुए बब्भागमे बहुसो बहु-आगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- બહુશ્રત, બહુઆગમજ્ઞ આચાર્ય અથવા ઉપાધ્યાય અનેક પ્રગાઢ કારણોથી જો અનેકવાર માયાપુર્વક ખોટું બોલે, પાપાચરણથી અપવિત્ર જીવન વ્યતીત કરે, તો તેને તે કારણોથી જીવનપર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. २६ बहवे भिक्खुणो बहुस्सुया बब्भागमा बहुसो बहुआगाढागाढेसु कारणेसु माई मुसावाई असुई पावजीवी, जावज्जीवाए तेसिं तप्पत्तियं णो कप्पइ आयरियत्त वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ - બહુશ્રુત, બહુઆગમજ્ઞ અનેક સાધુઓ અનેક પ્રગાઢ કારણોથી અનેકવાર માયાપૂર્વક ખોટું