________________
[ ૨૮૦]
શ્રીવ્યવહાર સૂત્ર
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्त वा उद्दिसित्तए वा घारेत्तए वा । ભાવાર્થ :- કોઈ ગણાવચ્છેદક પોતાનું ગણાવચ્છેદકનું પદ છોડી સંયમનો પરિત્યાગ કરી, વેશ છોડીને ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય તો તેને તે કારણે ત્રણ વર્ષ પર્યત આચાર્ય યાવતું ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી.
ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે, ત્યારે જો તે સ્થિર પરિણામી, ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય તો તેને આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પે છે.
२१ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं अणिक्खिवित्ता ओहाएज्जा, जावज्जीवाए तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा घारेत्तए वा । ભાવાર્થ:- જો કોઈ આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાનું આચાર્ય-ઉપાધ્યાયનું પદ છોડ્યા વિના સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડી ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય, તો તેને તે કારણથી જીવન પર્યત આચાર્ય યાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. | २२ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता ओहाएज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा ।
तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियंसि ठियस्स उवसंतस्स उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा घारेत्तए वा । ભાવાર્થ :- કોઈ આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાનું પદ છોડીને તથા સંયમનો પરિત્યાગ કરીને, વેશ છોડીને ચાલ્યા જાય અને ત્યારપછી તે પુનઃ દીક્ષિત થાય તો તેને તે કારણથી ત્રણ વર્ષ પર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી.
ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, ઉપશાંત, ઉપરત, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય યાવત ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કહ્યું છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સામાન્યરૂપે સંયમપાલનમાં અસમર્થ સાધુ આદિ સંયમનો ત્યાગ કરે અને ત્યાર પછી ફરી દીક્ષા સ્વીકારે તો તેને પદવી પ્રદાન કરવાની કાળમર્યાદાનું વિધાન છે.