________________
૨૭૬ |
શ્રીવ્યવહાર સત્ર
નવદીક્ષિત, બાલ તથા તરુણ શબ્દની સ્પષ્ટતા ભાષ્યમાં આ પ્રમાણે આપી છે
तिवरिसो होइ णवो, आसोलसगं तु डहरगं बैंति ।
तरुणो चत्तालीसो, सत्तरि उण मज्झिमो, थेरमो सेसो ॥ ત્રણ વર્ષના દીક્ષાપર્યાય પર્યત નવદીક્ષિત કહેવાય છે. ચાર વર્ષથી લઈને સોળ વર્ષની ઉંમર સુધી બાલ(કિશોર) અને સોળથી ચાલીસ વર્ષની ઉંમર પર્યત તરુણ કહેવાય છે. સિત્તેર વર્ષમાં એક ઓછું અર્થાત્ ઓગણોસિત્તેર (૬૯) વર્ષ પર્યત મધ્યમ(પ્રૌઢ) કહેવાય છે અને સિત્તેરવર્ષથી વધારે ઉંમરના સ્થવિર કહેવાય છે. આગમમાં સાઠ વર્ષની ઉંમરના સાધુને વય સ્થવિર કહ્યા છે– વ્યવ. ઉ. ૧૦–સૂ. ૧૬. ઠાણાંગ સૂત્ર, સ્થાન–૩.
કોઈપણ ગચ્છમાં આચાર્ય અને ઉપાધ્યાય, આ બે પદવીધર હોવા જરૂરી છે કારણ કે આચાર્યના નેતૃત્વથી સાધુની સંયમસમાધિ રહે છે અને ઉપાધ્યાયના નેતૃત્વથી સાધુઓનું વ્યવસ્થિત અધ્યયન થાય છે.
તે ઉપરાંત આચાર્ય કે ઉપાધ્યાયની નિશ્રા વિના ગચ્છના સાધુઓને અનેક આપત્તિની સંભાવના રહે છે. યથા- (૧) ગચ્છગત સાધુઓના અધ્યયન, વિનય, આચાર તથા સંયમસમાધિની અવ્યવસ્થા થાય છે. (૨) સાધુઓમાં સ્વચ્છંદતા તથા આચાર-વિચારની ભિન્નતા થવાથી ક્રમશઃ ગચ્છનું અધઃપતન થાય છે. (૩) સાધુઓમાં પ્રેમ અને સંયમસમાધિ નષ્ટ થાય છે અને કલેશની વૃદ્ધિ થાય છે. (૪) અંતે ગચ્છ પણ છિન્ન-ભિન્ન થતો જાય છે, તેથી પ્રત્યેક ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, આ બંને પદવીધરોની નિયુક્તિ કરવી જરૂરી છે. | નવદીક્ષિત, બાલ અથવા તરુણ સાધ્વીને પણ આચાર્ય, ઉપાધ્યાય, અને પ્રવતિની, આ ત્રણની નિશ્રા વિના રહેવું કલ્પતું નથી.
જો કોઈ ગચ્છમાં બે, ચાર સાધુ જ હોય અને તેમાં કોઈ નવદીક્ષિત, બાલ કે તરુણ સાધુ ન હોય અર્થાત્ બધા પ્રૌઢ તેમજ સ્થવિર હોય તો તે સાધુઓ આચાર્ય કે ઉપાધ્યાય વિના વિચરણ કરી શકે છે, પરંતુ જો તેમાં નવદીક્ષિત, બાલ કે તરુણ સાધુ હોય તો તેને કોઈ પણ ગચ્છના આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારીને જ રહેવું જોઈએ, અન્યથા તેનો વિહાર આગમ વિરુદ્ધ છે.
આ રીતે સાધ્વીઓ પણ પાંચ, દશ હોય પરંતુ તેમાં કોઈ આચાર્ય, ઉપાધ્યાય અથવા પ્રવર્તિની ન હોય અને તે સંઘાડામાં નવદીક્ષિત, બાલ કે તરુણ, સાધ્વીઓ હોય તો તેને પણ કોઈ આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રા સ્વીકારવી આવશ્યક છે તથા પોતાના માટે પ્રવર્તિની નિશ્ચિત કરવા પણ જરૂરી છે. અન્યથા તેનો વિહાર પણ આગમવિરુદ્ધ છે.
સંક્ષેપમાં આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રામાં જ ગચ્છના સર્વ સાધુઓની સુરક્ષા અને સર્વાગી વિકાસ થાય છે, તે વિષયને લક્ષમાં રાખીને સર્વ સાધુ-સાધ્વીએ આચાર્યાદિની નિશ્રામાં જ વિચરણ કરવું જોઈએ. અબ્રહ્મસેવીને પદ પ્રદાનનો ઉત્સર્ગ–અપવાદ માર્ગઃ - १३ भिक्खू य गणाओ अवक्कम मेहुणं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा ધાત્તા વા |