________________
ઉદ્દેશક-૩
ભાવાર્થ :- તે જ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ જો આચાર કુશળ, સંયમ કુશળ, પ્રવચન કુશળ, પ્રજ્ઞપ્તિ કુશળ, સંગ્રહ કુશળ અને ઉપગ્રહકુશળ ન હોય તથા ક્ષત, ભિન્ન, શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય, અલ્પદ્ભુત, અને અલ્પ આગમના જાણકાર હોય, તો તેને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ આપવું કલ્પતું નથી.
વિવેચનઃ
૨૦૧
પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય પદની યોગ્યતા-અયોગ્યતાનું કથન છે.
આચાર્ય પર ગચ્છની સર્વ વ્યવસ્થાઓની જવાબદારી રહે છે. તીર્થંકરો કે ગણધરોની અનુપસ્થિતિમાં આચાર્ય જ શાસન પરંપરાના વાહક તથા સંચાલક છે. તેને આગમોના પરમાર્થની વાચના આપવાની હોય છે, તેથી ઉપાધ્યાયની અપેક્ષાએ અધિક અનુભવ અને ક્ષમતાની દૃષ્ટિએ તેના માટે ઓછામાં ઓછી પાંચ વર્ષનો દીક્ષા પર્યાય હોવો જરૂરી છે.
શ્રુતજ્ઞાન :– વસાવ્વવવહારધરે- દશાશ્રુતસ્કંધ સૂત્ર, બૃહત્કલ્પ સૂત્ર તથા વ્યવહાર સૂત્ર, આ ત્રણ સૂત્રનું જ્ઞાન આચાર્ય પદ પ્રાપ્તિ માટે જરૂરી છે.
આચાર્ય ચતુર્વિધ સંઘના નાયક છે, તેથી પ્રાયશ્ચિત્ત વિષયક છેદ સૂત્રોનું જ્ઞાન આચાર્ય પદ પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. અધ્યયન ક્રમ અનુસાર જે સાધુને છેદ સૂત્રોનું જ્ઞાન હોય, તેને (૧) શ્રી આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) સૂયગડાંગ સૂત્રનું જ્ઞાન હોય જ છે, ઉપરોક્ત છ સૂત્ર તથા ત્રણ છેદ સૂત્ર, કુલ નવ સૂત્રોનું જ્ઞાન આચાર્ય પદ પ્રાપ્તિ માટે જરૂરી છે.
સંક્ષેપમાં આચારકુશળ આદિ પૂર્વોક્ત દશ ગુણ સંપન્ન, બહુશ્રુત અને બહુ આગમજ્ઞ, ઓછામાં ઓછા પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા અને ત્રણ છેદ સૂત્રોના જ્ઞાતા સાધુ આચાર્ય પદ પામી શકે છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં આચાર્ય, ઉપાધ્યાય પદ માટે જઘન્ય દીક્ષાપર્યાય અને જઘન્ય શ્રુતજ્ઞાનનું કથન કર્યું છે. તેનાથી અધિક દીક્ષા પર્યાય કે અધિક શ્રુતજ્ઞાન સંપન્ન સાધુ તે તે પદ પામી શકે છે, તેમ સમજવું જોઈએ.
પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધુ જો ઉપરોક્ત ગુણસંપન્ન ન હોય, તો તે આચાર્ય પદ પામી શકતા નથી. જે સાધુમાં આચાર્ય પદની યોગ્યતા હોય, તે આચાર્ય પદ તો પામી જ શકે છે પરંતુ તેનાથી નીચેનું ઉપાધ્યાય પદ પણ પામી શકે છે.
ગણાવચ્છેદક પદની યોગ્યતા
अट्ठवासपरियाए समणे णिग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे अभिण्णायारे असबलायारे असंकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहण्णेणं ठाण-समवाय- घरे कप्पइ आयरियत्ताए उवज्झायत्ताए गणावच्छेइयत्ताए उद्दिसित्तए ।
७
:
ભાવાર્થ :- આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા, આચારકુશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, પ્રજ્ઞપ્તિ કુશળ, સંગ્રહકુશળ, ઉપગ્રહકુશળ, અક્ષત ચારિત્રવાન, અભિન્ન ચારિત્રવાન, અશબલ ચારિત્રવાન, અસંકિલષ્ટ આચારવાન, બહુશ્રુત, બહુ આગમના જાણકાર ઓછામાં ઓછા સ્થાનાંગ-સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા