________________
૨૭૦ ]
શ્રીવ્યવહાર સૂત્ર
(૭) અક્ષત આચારવાન- આધાકર્મ આદિ દોષોથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરનાર તથા પરિપૂર્ણ અને નિર્દોષ આચારનું પાલન કરનારા સાધુ અક્ષત આચારવાન કહેવાય છે. (૮) અભિન્ના આચારવાન – કોઈ પણ અતિચારનું સેવન કર્યા વિના પરિપૂર્ણ આચારનું પાલન કરનારા હોય છે. (૯) અશબલ આચારવાન :- એકવીસ પ્રકારના શબલ દોષોથી રહિત, વિનય, વ્યવહાર, ભાષા, ગોચર આદિ વ્યવહારમાં દોષ સેવન કરીને ચારિત્રને શબલ-કાબરચીતરું ન બનાવે છે. (૧) અસક્લિષ્ટ આચારવાન - ક્રોધાદિ કષાયજન્ય સંક્લેશનો તથા ઇહલોક અને પરલોકના સુખની આકાંક્ષાજન્ય સંક્લેશનો ત્યાગ કરનાર હોય તે. (૧૧) બહુશ્રુત–બહુ આગમશ :- અનેક સૂત્રો તથા તેના અર્થોના જાણકાર બહુશ્રુત અથવા બહુઆગમના જ્ઞાતા કહેવાય છે. આ શબ્દોના અનેક અર્થ છે, જેમ કે– (૧) ગંભીરતા, વિચક્ષણતા, અને બુદ્ધિમત્તા આદિ ગુણોથી યુક્ત (૨) જિનમતની ચર્ચા–વાર્તામાં નિપુણ અથવા મુખ્ય સિદ્ધાંતોના જાણકાર (૩) અનેક સૂત્રોના અભ્યાસી (૪) છેદસૂત્રોમાં પારંગત (૫) આચાર તથા પ્રાયશ્ચિત્ત વિધાનોમાં કુશળ બહુશ્રુત અને બહુ આગમજ્ઞ છે. બહુશ્રુતના ત્રણ પ્રકાર છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. (૧) જઘન્ય બહુશ્રુત - આચારાંગ સૂત્ર તથા નિશીથસૂત્રને અર્થસહિત કંઠસ્થ કરનારા. (૨) મધ્યમ બહુશ્રુત - આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર અને ચાર છેદસૂત્રોને અર્થસહિત કંઠસ્થ કરનાર. (૩) ઉત્કૃષ્ટ બહુશ્રુત -દષ્ટિવાદને ધારણ કરનારા અર્થાત્ નવપૂર્વથી ચૌદ પૂર્વના ધારક સાધુને ઉત્કૃષ્ટ બહુશ્રુત કહ્યા છે.
ઉપરોક્ત ગુણોથી સંપન્ન હોય, તેને ઉપાધ્યાયની પદવી પ્રદાન કરાય છે. ત્રણ વર્ષની દીક્ષા પર્યાય હોવા છતાં ઉપરોક્ત ગુણસંપન્ન ન હોય, તેવા સાધુને ઉપાધ્યાયની પદવી પ્રદાન થતી નથી. આચાર્ય પદની યોગ્યતા:| ५ पंचवासपरियाए समणे णिग्गंथे आयारकुसले संजमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे अभिणायारे, असबलायारे असकिलिट्ठायारे बहुस्सुए बब्भागमे जहण्णेणं दसा-कप्प-ववहारधरे कप्पइ, आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए । ભાવાર્થ :- પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા, આચારકુશળ, સંયમકુશળ, પ્રવચનકુશળ, પ્રજ્ઞપ્તિકુશળ, સંગ્રહકુશળ અને ઉપગ્રહકુશળ તથા અક્ષત ચારિત્ર્યવાન, અભિન્ન ચારિત્ર્યવાન, અશબલ ચારિત્ર્યવાન અસંકલિષ્ટ આચારવાન, બહુશ્રુત, બહુઆગમના જાણકાર, ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, તેમજ વ્યવહારસૂત્રને ધારણ કરનારા શ્રમણ નિગ્રંથને આચાર્ય, ઉપાધ્યાય પદ આપવું કહ્યું છે. |६ स च्चेव णं से पंचवासपरियाए समणे णिग्गंथे णो आयारकुसले णो संजमकुसले णो पवयणकुसले णो पण्णत्तिकुसले णो संगहकुसले णो उवग्गहकुसले, खयायारे भिण्णायारे सबलायारे संकिलिट्ठायारे अप्पसुए अप्पागमे णो कप्पइ आयरिय-उवज्झायत्ताए उद्दिसित्तए ।