________________
૨
|
શ્રીવ્યવહાર સૂત્ર
ઉદ્દેશક-૩ PET/P/2/2eeeeee ગણધારકની યોગ્યતા :| १ भिक्खू य इच्छेज्जा गणं धारेत्तए, भगवं च से अपलिच्छण्णे एवं से णो कप्पइ गणं धारित्तए । भगवं च से पलिच्छण्णे, एवं से कप्पइ गणं धारेत्तए । ભાવાર્થઃ- કોઈ સાધુ ગણને ધારણ કરવા અર્થાત્ ગણના અગ્રણી થવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિની યોગ્યતાથી રહિત હોય તો તેને ગણ ધારણ કરવો કલ્પતો નથી. જો તે સાધુ સૂત્રજ્ઞાન આદિની યોગ્યતાથી યુક્ત હોય, તો તેને ગણ ધારણ કરવા કહ્યું છે. | २ भिक्खू य इच्छेज्जा गणं धारेत्तए, णो से कप्पइ थेरे अणापुच्छित्ता गणं धारेत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता गणं धारेत्तए । थेरा य से वियरेज्जा एवं से कप्पइ गणं धारेत्तए, थेरा य से णो वियरेज्जा एवं से णो कप्पइ गणं धारेत्तए ।
जण्णं थेरेहिं अविइण्णं गणं धारेइ से संतरा छए वा परिहारे वा, जे साहम्मिया उट्ठाए विहरति, णत्थि ण तेसिं केइ छेए वा परिहारे वा । ભાવાર્થ - કોઈ સાધુ ગણ ધારણ કરવા ઇચ્છે તો તેને સ્થવિરોને પૂછ્યા વિના ગણ ધારણ કરવો કલ્પતો નથી, સ્થવિરોને પૂછીને ગણધારણ કરવા કહ્યું છે. સ્થવિર મુનિ અનુજ્ઞા પ્રદાન કરે તો ગણ ધારણ કરવો કલ્પ છે, સ્થવિર મુનિ અનુજ્ઞા પ્રદાન ન કરે તો ગણ ધારણ કરવો કલ્પતો નથી.
જો સ્થવિરોની અનુજ્ઞા પ્રાપ્ત કર્યા વિના જ ગણ ધારણ કરે છે, તો તે મર્યાદાનું ઉલ્લંઘન કરવાના કારણે દીક્ષાછેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. જે સાધર્મિક સાધુઓ તેની(આજ્ઞા અપ્રાપ્ત ગણધારકની) પ્રમુખતામાં વિચરે છે, તે દીક્ષાછેદ અથવા તપ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગણધારકની યોગ્યતાનું કથન છે.
ગણને ધારણ બે પ્રકારે થાય છે. (૧) થોડા સાધુઓના સમૂહના પ્રમુખ-મુખ્ય બનીને વિચરણ કરવું અથવા ચાતુર્માસ કરવું (૨) સાધુ સમૂહના અધિપતિ અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, ગચ્છાધિપતિ, ગણિ આદિ પદને ધારણ કરવું.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ પ્રકારના ગણધારકનું કથન છે કારણ કે અહીં સ્થવિરોની આજ્ઞા લઈને ગણધારણ કરવો અને આજ્ઞા વિના ગણ ધારણ કરવાથી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે, તેવા પ્રકારનું કથન છે. આ વિધાન આચાર્યપદ ધારણ કરનારને માટે ઉપયુક્ત નથી. તેમજ આચાર્ય પદની યોગ્યતાનું કથન પછીના સૂત્રોમાં છે.
ગણધારક સાધુ ઉપર સહવર્તી સર્વ સાધુઓની જવાબદારી હોય છે, તેથી તે સ્વયં પલિચ્છન્નશ્રુતસંપદા અને શિષ્યસંપદાથી યુક્ત હોય, તે જરૂરી છે.