________________
પાઉથનું
| ૨૫ ]
સૂત્ર. આ નવ આગમના ધારક સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરી શકાય છે. ગણાવચ્છેદક પદની યોગ્યતા :- આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા, સંયમકુશળ-અખંડ ચારિત્ર્યવાન આદિ ગુણોથી સંપન્ન તથા (૧) આવશ્યક સૂત્ર (૨) દશવૈકાલિક સૂત્ર (૩) ઉત્તરાધ્યયન સૂત્ર (૪) આચારાંગ સૂત્ર (૫) સૂયગડાંગ સૂત્ર (૬) ઠાણાંગ સૂત્ર (૭) સમવાયાંગ સૂત્ર (૮) નિશીથ સૂત્ર (૯) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧૦) બૃહત્કલ્પ સૂત્ર (૧૧) વ્યવહાર સૂત્ર. આ અગિયાર આગમના ધારક સાધુને ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કરી શકાય છે.
કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય ગુણોથી સંપન્ન યોગ્ય સાધુ હોય તો તેને આવશ્યક દીક્ષાપર્યાય અને શ્રુત કંઠસ્થ ન હોય તો પણ આચાર્ય કે ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી શકાય છે. * ચાલીશ વર્ષથી ઓછી ઉંમરના તથા ત્રણ વર્ષની દીક્ષાપર્યાયથી ઓછા સંયમ પર્યાયવાળા સાધુએ આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા વિના સ્વતંત્ર વિચરણ કરવું અથવા રહેવું કલ્પતું નથી અને સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય તેમજ પ્રવર્તિની, આ ત્રણથી રહિત ગચ્છમાં રહેવું ન જોઈએ. તેમાંથી કોઈનો કાળ ધર્મ થાય, ત્યારે પણ એ પદ પર અન્યને નિયુક્ત કરવા આવશ્યક છે. * આચાર્યાદિ પદ પર રહીને ચોથાવ્રતનો ભંગ કરનાર સાધુ જીવન પર્યત કોઈપણ પદ પામી શકતા નથી. પદ ત્યાગ કરીને ચોથા વ્રતનો ભંગ કરનાર સાધુને ત્રણ વર્ષ પછી યોગ્ય હોય તો કોઈ પણ પદ પર નિયુક્ત કરી શકાય છે. * જો પદવીધર કોઈ બીજાને પોતાના પદ પર નિયુક્ત કર્યા વિના સંયમ છોડી દે અને પછી ફરી દીક્ષા અંગીકાર કરે, તો તેને કોઈ પદ આપી શકાતું નથી. જો તે પોતાનું પદ અન્યને સોંપીને જાય અથવા સામાન્ય સાધુ સંયમ ત્યાગીને જાય તો ફરી દીક્ષા લીધા પછી યોગ્ય હોય તો તેને યથાયોગ્ય સમયે આચાર્યાદિ પદ આપી શકાય છે. * એક કે અનેક બહુશ્રુત સાધુ અથવા આચાર્ય આદિ પ્રબળ કારણથી પણ અનેકવાર જુઠ, કપટ, પ્રપંચ, અસત્ય આક્ષેપ આદિ અપવિત્ર પાપકારી કાર્ય કરે, તો તેને જીવન પર્યત કોઈપણ પદ આપી શકાતું નથી.
આ રીતે આ ઉદ્દેશકમાં પદવીધારી સાધુઓની મુખ્યતાએ વિષય નિરૂપણ છે.