________________
શ્રીવ્યવહાર સૂત્ર
પરંતુ તેને પોતાના પાત્રમાં, પોતાના પલાસક (માત્રક)માં, પોતાના જળપાત્રમાં, પોતાના ખોબામાં અથવા હાથમાં લઈને આહારાદિ વાપરવા કલ્પે છે. આ અપારિહારિક સાધુનો પારિહારિક સાધુની અપેક્ષાએ આચાર કહ્યો છે.
૨૨
२९ परिहारकप्पट्ठिए भिक्खु थेराणं पडिग्गहेणं बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, थेरा य णं वएज्जा - पडिग्गाहेहि अज्जो ! तुमंपि पच्छा भोक्खसि वा पाहिसि वा । एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
तत्थ से णो कप्पइ परिहारिएणं अपरिहारियस्स पडिग्गहंसि असणं वा व साइमं वा भोत्तर वा पायए वा । कप्पइ से सयंसि वा पडिग्गहंसि, सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलंसि, सयंसि वा खुव्वगंसि, सयंसि वा पाणिसि उद्धट्टु-उद्धट्टु भोत्तए वा पायए वा । एस कप्पो परिहारियस्स अपरिहारियाओ । ભાવાર્થ :- પરિહારકલ્પમાં સ્થિત સાધુ સ્થવિરના પાત્રને લઈ તેમની વૈયાવચ્ચ કરતાં તેઓ માટે આહાર પાણી લેવા જાય ત્યારે સ્થવિર સાધુ તેને કહે, કે હે આર્ય ! તમારા માટે પણ આહાર-પાણી સાથે લેતા આવજો અને પછી આહાર-પાણી વાપરી લેજો. સ્થવિર સાધુ આ પ્રમાણે કહે, તો તેને સ્થવિરના
પાત્રમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા કલ્પે છે.
પરંતુ અપારિહારિક સ્થવિરના પાત્રમાં પારિહારિક સાધુને આહારાદિ વાપરવા કલ્પતા નથી. તેને પોતાના જ પાત્રમાં, પોતાના પલાસક-માત્રક પાત્રમાં, પોતાના કમંડલ–જલપાત્રમાં, પોતાના ખોબામાં અથવા હાથમાં લઈને વાપરવું કલ્પે છે. આ પારિહારિક સાધુનો અપારિહારિક સાધુની અપેક્ષાએ આચાર કહ્યો છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પારિહારિક-અપારિહારિક સાધુઓના પરસ્પરના વ્યવહારનું નિરૂપણ છે.
સામાન્ય રીતે પારિહારિક સાધુનો અપારિહારિક સાધુ સાથે આહાર-પાણીના આદાન-પ્રદાનનો વ્યવહાર હોતો નથી. તેઓ એક સ્થાનમાં રહેવા છતાં પોત-પોતાનો આહાર કરે છે. ભાષ્યકારે પારિહારિક સાધુ અપારિહારિક સાધુ સાથે આહાર ક્યારે કરે ? તેનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે એક માસનું પરિહારતપ કરનાર સાધુ પરિહાર તપના એક માસ અને તપ પૂર્ણ થયા પછી પારણાના પાંચ દિવસ, એમ કુલ પાંત્રીસ દિવસ જુદો આહાર કરે છે. ત્યાર પછી તે અપારિહારિક સાધુ સાથે એક માંડલામાં આહાર કરે છે.
આ રીતે બે માસનું પરિહારતપ કરનાર સાધુ બે મહિના અને દદિવસ સુધી જુદો આહાર કરે છે. ત્રણ માસનું પરિહાર તપ કરનાર સાધુ ત્રણ માસ અને પંદર દિવસ, ચારમાસનું પરિહાર તપ કરનાર સાધુ ચારમાસ અને વીશ દિવસ, પાંચમાસનું પરિહાર તપ કરનાર સાધુ પાંચ માસ અને પચીશ દિવસ તથા છ માસનું પરિહાર તપ કરનાર સાધુ છ માસ અને ત્રીસ દિવસ (એકમાસ) સુધી જુદો આહાર કરે છે. આ રીતે પરિહાર તપની સમાપ્તિના એક મહિના પછી પારિહારિક-અપારિહારિક સાધુઓ એક સાથે આહાર કરે છે.
પરિહારતપ કરનાર સાધુ સ્વયંનો આહાર સ્વયં લાવે છે. તેને કોઈના આહાર આદિ લેવા કે દેવા