________________
| ઉદ્દેશક-૨
[ ૨૧ ]
दुमासं वा तिमासं वा चाउमासं वा पंचमासं वा छम्मासं वा वत्थए । ते अण्णमण्णं संभुंजंति, अण्णमण्णं णो संभुति मासं ते, तओ पच्छा सव्वे वि एगयओ संभुजति । ભાવાર્થ :- અનેક પારિહારિક અને અનેક અપારિવારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છે, મહિના સુધી સાથે રહેવા ઇચ્છે, તો પારિહારિક સાધુ સાથે પારિવારિક સાધુ અને અપારિહારિક સાધુ સાથે અપારિવારિક સાધુ રહી શકે છે, સાથે બેસીને આહાર ગ્રહણ કરી શકે છે. પારિહારિક સાધુ અપારિવારિક સાધુ સાથે બેસી શકતા નથી અને સાથે બેસીને ભોજન કરી શકતા નથી. (છ માસનું પારિવારિક તપ કરનારા પારિવારિક સાધુ છ માસનું પ્રાયશ્ચિત્ત તપ પૂર્ણ થયા પછી) એક માસ પારણાના વ્યતીત થયા પછી સાથે બેસી આહાર કરી શકે છે. | २७ परिहारकप्पट्ठियस्स भिक्खुस्स णो कप्पइ असणं वा जाव साइमं वा दाउं वा अणुप्पदाउं वा । थेरा य णं वएज्जा- इमं ता अज्जो ! तुम एएसिं देहि अणुप्पदेहि वा ? एवं से कप्पइ दाउं वा अणुप्पदाउं वा । कप्पइ से लेवं अणुजाणावेत्तए, अणुजाणह भंते ! लेवाए ? एवं से कप्पइ लेवं समासेवित्तए । ભાવાર્થ :- અપારિહારિક સાધુએ, પારિહારિક સાધુને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ, આ ચારે પ્રકારનો આહાર આપવો અથવા નિમંત્રણ આપવું કલ્પતું નથી. જો સ્થવિર કહે કે હે આર્ય ! તમે આ આહાર પારિવારિક સાધુઓને આપો અથવા નિમંત્રણ કરો, તો અપારિવારિક સાધુએ પારિવારિક સાધુને આહાર આપવો અથવા નિમંત્રણ કરવું કલ્પ છે.
પરિહારકલ્પસ્થિત સાધુ જો લેપ (વી આદિ વિગય) લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાપૂર્વક લઈ શકે છે. પારિહારિક સાધુ સ્થવિર ભગવાનને પૂછે કે હે ભગવન! મને ઘી આદિ વિગય લેવાની આજ્ઞા પ્રદાન કરશો? અને સ્થવિર આજ્ઞા આપે, તો તેને ઘી આદિ વિનયનું સેવન કરવું કલ્પ છે. | २८ परिहारकप्पट्ठिए भिक्खू सएणं पडिग्गहेणं बहिया अप्पणो वेयावडियाए गच्छेज्जा । थेरा य णं वएज्जा- पडिग्गाहेहि अज्जो ! अहं पि भोक्खामि वा पाहामि वा । एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
तत्थ से णो कप्पइ अपरिहारिएणं परिहारियस्स पडिग्गहंसि असणं वा जाव साइमं वा भोत्तए वा पायए वा, कप्पइ से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलंसि, सयंसि वा खुब्भगंसि, पाणिसि वा उद्धटु-उद्धटु भोत्तए वा पायए वा । एस कप्पो अपरिहारियस्स परिहारियाओ। ભાવાર્થ - પરિહારકલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્ર ગ્રહણ કરી પોતાના માટે આહાર લેવા જાય અને તેને જતાં જોઈને જો સ્થવિર કહે કે હે આર્ય! મારા યોગ્ય આહાર પાણી પણ લાવજો, હું તે વાપરીશ એ પ્રમાણે કહે તો તેને સ્થવિરને માટે આહાર લાવવા કહ્યું છે.
અપારિહારિક સ્થવિરને પારિવારિક સાધુના પાત્રમાં આહાર પાણી આદિ વાપરવા કલ્પતા નથી,