________________
ભાવે મહાવીરે ઋત્તિ વિ પર્વ વીતી અહીંથી શાસ્ત્રની લગભગ દશ, પંક્તિઓનો ક્રમશઃ ગુજરાતી અનુવાદ કરશું, જેથી યુદ્ધની ઘટના પ્રત્યક્ષ થાય.
'હે કાલીદેવી ! તારો પુત્ર કાલકુમાર ત્રણ હજાર હાથીઓની સેનાથી સજ્જ થયેલો, કૂણિક રાજાની સાથે રથમુશલ નામના સંગ્રામમાં સંગ્રામ કરતો, શત્રુદલના વિરોને આહત, મથિત અને ઘાત કરતો, તેઓની સંકેત સૂચક ધજાઓને ભૂમિસાત કરતો, દિશાઓને અંધકારમય કરતો, પોતાના રથથી ચેડા રાજાના રથની સામે આવ્યો. ત્યાર બાદ તે વૈશાલી નરેશ મહારાજા ચેડાએ કાલ કુમારને પોતાની સામે આવતો જોયો, જોઈને એકદમ ક્રોધથી ભભૂકી ઉઠ્યા, પગની એડીથી માથાની ચોટી સુધી રુષ્ટ થયેલા ચેડા રાજા કંપાયમાન થઈ ગયા. તેઓ ક્રોધથી આંખો પટપટાવવા લાગ્યા અને હુંકારો કરી પોતાના ધનુષ્યને ગ્રહણ કર્યું અને તીરને પણ નિશાન ઉપર ઠીક કર્યું, ચોક્કસ કેન્દ્રબિંદુ ઉપર નજર સ્થિર કરી, ધનુષ્યને તીર ચડાવી, કાન સુધી ખેંચ્યું, ને સડસડાટ કરતું કાલકુમાર ઉપર તીર છોડ્યું. એક જ નિશાને કાલકુમારને આહત કરી, રક્તરંજિત કરી, જમીનદોસ્ત કરી, જીવનથી મુક્ત કરી તેની જીવનલીલા સમાપ્ત કરી દીધી.' આ પ્રમાણે યુદ્ધ વર્ણન કરી ભગવાને કાલીરાણીને કહ્યું- હે કાલીરાણી ! કાલકુમાર યુદ્ધમાં મરી ગયો છે, માટે હવે ફરીથી તું તારા પુત્રને જીવિત જોઈ શકીશ નહીં.
આ વર્ણનથી પાઠક સમજી શકે છે કે યુદ્ધનું કેટલું બીભત્સ કડીબદ્ધ વર્ણન છે. મોરચે આવેલા રાજાઓ કેટલું યુદ્ધ કૌશલ્ય બતાવે છે. જેનધર્મનું પાલન કરતા હોવા છતાં ચેડા રાજા યુદ્ધને મોરચે પોતાના કર્તવ્યથી ટ્યુત થયા નથી. ભગવદ્ ગીતામાં અર્જુન યુદ્ધને મોરચે કાયરતાની વાત કરે છે અથવા ધર્મ-અધર્મની વાત કરી પાપથી બચવા માંગે છે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન તેમને કર્તવ્યનું ભાન કરાવે છે. યુદ્ધનો પણ એક નિરાળો ધર્મ છે.
| નિરયાવલિકાની જેમ બાકીના ચાર વર્ગ (૧) પૂર્વાસિ (૨) પુષ્ય (૩) પુષ્પવૃત્તિથી (૪) વદિશા છે. કથાનું મુખ્ય આધાર ક્ષેત્ર 'રાજગૃહી' તથા 'દ્વારિકા' છે. આમેય રાજગૃહી અને દ્વારિકાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અપાણી છે. એક પછી એક લગાતાર અધ્યયનો દ્વારિકા તથા રાજગૃહી સાથે જોડાયેલા છે. સાથે સાથે કેટલીક વિલક્ષણ કથાઓ પણ જોડવામાં આવી છે. આ બધી કથાઓના આધારે જૈનશાસ્ત્રોનો એક મુખ્ય સિદ્ધાંત અથવા દીર્ધદષ્ટિ, દષ્ટિગોચર થાય છે. સાધારણતયા
35 22,