________________
નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવ સૂરીએ દીર્ઘદશા શાસ્ત્ર અજ્ઞાત છે, તે પ્રમાણે કથન કર્યું છે, તેમ છતાં દીર્ઘદશાના અધ્યયનો સંબંધી કેટલીક સંભાવનાઓ પ્રગટ કરી છે. નંદીસૂત્રની આગમ સૂચિમાં તે શાસ્ત્રનો ઉલ્લેખ નથી.દીર્ઘદશામાં આવેલા પાંચ અધ્યયનોનું નામ સામ્ય આ શાસ્ત્રની સાથે છે. યથા– ચંદ્ર, સૂર્ય, શુક્ર અને શ્રીદેવી બહુપુત્રી મંદરા.
આચાર્ય અભયદેવસૂરિએ સ્થાનાંગવૃત્તિમાં નિરયાવલિકાના નામ સામ્યવાળા આ પાંચ અને બીજા બે અધ્યયનોનું સંક્ષિપ્ત વિવરણ કર્યું છે અને શેષ ત્રણ અધ્યયનોને અપ્રતીત કહ્યા છે. આચાર્ય અભયદેવસૂરિના સ્થાનાંગ સૂત્રના વિવેચન અને પ્રસ્તુત આગમના કથાનકોમાં ઘણી સામ્યતા છે. ચોથો વર્ગઃ પુષ્પચૂલા – આ વર્ગના પણ દશ અધ્યનન છે. આ દશ અધ્યયનોના નામ આ પ્રમાણે છે. (૧) શ્રીદેવી (૨) હ્રીદેવી (૩) ધૃતિદેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિદેવી (૬) લક્ષ્મીદેવી (૭) ઈલાદેવી (૮) સુરાદેવી (૯) રસદેવી (૧૦) ગંધદેવી. આ દશે દેવીઓ પૂર્વભવમાં પ્રભુ પાર્શ્વનાથના શાસનમાં પુષ્પચૂલા સાધ્વીજી પાસે પ્રવ્રજિત થઈ હતી. તેથી આ વર્ગનું નામ પુષ્પચૂલા છે. સંયમનું પાલન કરતાં દેહાધ્યાસ જાગૃત થયો અને તે શરીર શુશ્રુષામાં લીન બની, શરીર બાકુશિકા થઈ, વિરાધકપણે કાલધર્મ પામી દેવીરૂપે ઉત્પન્ન થઈ છે.
ઐતિહાસિક દષ્ટિએ આ વર્ણન અત્યધિક મહત્ત્વનું છે. વર્તમાન યુગમાં પણ સાધ્વીજીઓના ઈતિહાસ જાણવા–મેળવવા કઠિન છે. ત્યારે આ વર્ગમાં પાર્શ્વનાથ ભગવાનના યુગની સાધ્વીજીઓનું વર્ણન છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી આદિ લોકમાં જે વિશિષ્ટ શક્તિઓ પ્રસિદ્ધ છે તેની અધિષ્ઠાત્રી દેવીઓનું અસ્તિત્વ હોય છે. પાંચમો વર્ગઃ વૃષ્ણિદશા – નંદી ચૂર્ણિ અનુસાર પ્રસ્તુત વર્ગનું નામ અંધકવૃષ્ણિદશા હતું. આજે આ વૃષ્ણિદશા નામથી પ્રસિદ્ધ છે. તેમાં વૃષ્ણિવંશીય બાર રાજકુમારોનું વર્ણન, બાર અધ્યયનોમાં છે. તે અધ્યયનોનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે– (૧) નિષકુમાર (૨) માતલીકુમાર (૩) વહકુમાર (૪) વકુમાર (૫) પ્રગતિકુમાર (૬)
જ્યોતિકુમાર (૭) દશરથકુમાર (૮) દેઢરથકુમાર (૯) મહાધનુકુમાર (૧૦) સપ્તધનુકુમાર (૧૧) દશધનુકુમાર (૧૨) શતધનુકુમાર. આ સર્વે પુણ્યાત્માઓ અરહંત અરિષ્ટનેમિ પાસે સંયમ ગ્રહણ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. પ્રસ્તુતમાં
40
)