________________
"શુક' અર્થાત્ વીર્યનો પ્રયોગ બહુપુત્રિકા'રૂપ મોહ સંતતિ હાસ્ય, ક્રીડા કુતૂહલ ઉત્પન્ન કરનાર નોકષાય મોહનીય નાશ કરવામાં જો થાય તો પૂર્ણ શુદ્ધ, સહજ સુખવાળો હું આત્મા છું તેવું ભાન સહજમાં થાય. તે ભાન દ્વારા'મણિ તુલ્ય ભદ્ર પરિણામે મળેલા માનવભવની સાર્થકતા સાધવા ધર્મમાં 'દત્ત' ચિત્તવાળો થાય, તેમજ શિવ ગતિને વરવા વૈર્ય કેળવી સમ્યમ્ બળ પુરુષાર્થ ઉપાડી અનાદૂત' કાળજાને આદૂત કોમળ દયામય બનાવી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે જ અનંત ગુણોની પુષ્પિકા ચેતનના આંગણામાં પાંગરી જાય.
ઉપરોક્ત દસે દસ અધ્યયનના નામ વાક્યમાં વણી લીધા છે; તે જુદા જુદા સ્થળના દેવ-દેવી છે. તે બધા પ્રભુ પાર્શ્વનાથના શાસનકાળમાં થયેલા છે. તેમની પૂર્વભવની કથા ભગવાન મહાવીરે વર્ણવી છે. તે કથા સાંભળી ગૌતમે પ્રશ્ન કર્યો છે કે પ્રભુ! તેઓનો મોક્ષ કયારે થશે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું છે– મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યભવ પામી, સંયમ આરાધના દ્વારા કર્મક્ષય કરી મોક્ષપ્રાપ્ત કરશે. ચોથો વર્ગ : પુષ્પચૂલિકા :
આ વર્ગના દસ અધ્યયનો છે. તે દસ અધ્યયનના જીવોએ મનુષ્ય જન્મમાં સ્ત્રી વેદ પ્રાપ્ત કર્યો છે. સુકોમળ અંગવાળી કાયાની માયા કેવી હોય છે. માયા માત્ર રાગમાંથી જન્મ ધારણ કરે છે. રાગ સંપૂર્ણ સંસારનું બીયારણ છે. રાગમાં જ ‘ષની આગ ભારેલી છે. રાગની રાખ જરાક દૂર થાય કે દ્વેષની આગ પ્રગટ થાય છે. આ રીતે સંસાર વૃદ્ધિ પામતાં, નવા દેહ ધારણ કરતા હોવાથી તેના અધ્યાસ (લક્ષ્ય)વધતાં જીવ શરીર સૌંદર્યમાં જ સર્વ સુખ માને છે. તેવું કાયાની માયાનું વર્ણન આ અધ્યયનમાં જોવા મળશે. જેને શરીર બાલુશી નામથી નવાજવામાં આવેલ છે. પ્રભુ મહાવીરના દર્શન કરવા દસ દેવીઓ આવે છે. ત્યારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે અને પ્રભુ તેના પ્રત્યુતરમાં એમ કહે છે કે હે ગૌતમ! દસ દેવીઓએ પૂર્વભવમાં પુરુષાદાનીય પ્રભુ પાર્શ્વનાથના શ્રી મુખે દીક્ષા ધારણ કરેલી અને પુષ્પચૂલિકા પ્રમુખ આર્યાજીના હાથમાં શિક્ષિત થયેલી તે દસ બા.. સુશિષ્યા હતી.
દેવાધિદેવ જેવા જેને નાથ મળ્યા, ઉચ્ચ કોટિનું ચારિત્ર મળ્યું, છત્ર છાયા આપે તેવા પૂષ્પગુલ્લાનું શરણ ચરણ પ્રાપ્ત થયું. અગિયાર અંગશાસ્ત્રના પાઠી થયાં. ઉપવાસ છઠ અઠ્ઠમ વગેરે તપ ઘણા કર્યા તેમ છતાં એક કાયાની માયાએ ભાન ભૂલાવ્યું. તે શરીરની સફાઈ કરવા લાગી, હાથ-પગ મુખ ધોવું, ગુહ્ય સ્થાનો સાફ કરવા, જે જગ્યા
30