________________
પામી ગયા. તેનું વિશદ વર્ણન આ બીજા વર્ગના દસ અધ્યયનમાં છે. આ વર્ગમાંથી હિત શિક્ષા એ જ પ્રાપ્ત થાય છે કે શ્રેણિક રાજાના પૌત્ર દુર્દશાવાળી ઘટનાના ઘટક નહીં બનતાં માતાપિતાની આજ્ઞા લઈ ભગવાન મહાવીર પાસે જઈ ધર્મધ્યાનની આહલેક જગાડી દીધી, તેથી તરી ગયા. તેઓ સુખમાં સુખ ભોગવતાં દેવલોકનો ભવ પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને મોક્ષ પામશે. ત્રીજો વર્ગ : પુષ્પિકા :
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજો વર્ગ છે 'પુષ્પિકા'. તેના પણ દસ અધ્યયન છે. પુષ્પ માત્ર એક જ ન હોય, અલગ અલગ છોડના અલગ અલગ પુષ્પ હોય છે. તેમ આ વર્ગના દસે દસ અધ્યયનના નાયક જુદા-જુદા સ્થળે સાધના સાધી, સંયમ વિરાધી કોઈ ચંદ્ર કે સૂર્ય કે શુક્ર વગેરે બને છે. આ વર્ગના અધ્યયનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે સાધના શ્રાવકોની હોય અથવા સાધુ-સાધ્વીની હોય પણ તેના વિચારોનો પલટો કેમ થાય છે; કયારેક ઉલટા વિચાર કરનાર દેશ વિરતિ શ્રાવક સમકિત ભ્રષ્ટ બની, સંત સમાગમ નહીં મળવાથી સત્સંગ ભૂલી, કુસંગમાં રંગાઈ, ફળ-ફૂલ-કંદ ખાનાર તાપસ બની જાય છે. તેને પણ દેવ આવી, દુ:પ્રવ્રજ્યા કહી, વારંવાર સંબોધન કરી પાછા સુપ્રવ્રજિત કરે છે. આ છે ખૂબી પ્રભુ પારસનાથ દેવાધિદેવના શાસનની. બલિહારી હો જૈન શાસનની. દેવો પણ પ્રભુના શાસનની રક્ષા કરે છે અને ભૂલા પડેલા ઉન્માર્ગે જતાં શ્રાવક–સાધુ ભગવંતોને પ્રેરણા આપી પાછા સંયમ સ્થાનમાં સ્થિર કરે છે. ત્રીજા વર્ગના ત્રીજા અધ્યયનનું આ વર્ણન વિચારણીય, ચિંતનીય, મનનીય છે. ખુદ પાર્શ્વનાથ ભગવાનની સમીપે સોમિલ બ્રાહ્મણે છળપૂર્વક પ્રશ્ન કર્યા પરંતુ જવાબ કેવળ જ્ઞાનીના સચોટ સાચા મળ્યા, તેથી બોધ પામી દેશવિરતિ શ્રમણોપાસક બની ગયા. તેઓ અવસરે પડિવાઈ થયા, દેવે સ્થિર કર્યા અને જ્યોતિષી દેવમાં શુક્ર નામના દેવ થયા.
આ વર્ગના ચોથા અધ્યયનમાં એક અતૃપ્ત વાસનાથી વાસિત આત્માનું વર્ણન છે. તે માતૃત્વના યોગે બાળકોની ક્રીડા વગેરેમાં સાધક દશા ગુમાવી, સ્વાધ્યાય છોડી, સંયમ વિરાધી, બહુપુત્રિકા દેવી થઈ, મનુષ્યાણીમાં આવીને કેવી વિચિત્ર દશા પામે છે; તે હુબહુ ચરિત્રને ચરિતાર્થ કરનાર નાનકડું અધ્યયન દાદ માંગી લે છે. વામનમાં વિરાટતા સમાયેલી છે. અહીં આ રીતે દસેકસ અધ્યયનનો વિસ્તાર વાંચી વિચારી, બોધ પ્રાપ્ત કરી, જીવનને અર્વ ધૂનથી અંગે અંગમાં, હાડે હાડની મજ્જામાં વાસિત કરીએ તો 'ચંદ્ર' સમી શીતલતા 'સૂર્ય' સમી તપની તેજસ્વિતા પ્રગટ થાય અને પોતાના