________________
| પુષ્પિકા વર્ગ-૩ઃ અધ્ય.-૪ .
[ ૧૧૩]
આવીને સુવ્રતા આર્યાને વંદન-નમસ્કાર કર્યા; વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આ સુભદ્રા સાર્થવાહી મારી પત્ની છે તે મને અત્યંત ઈષ્ટ અને કાંત(પ્રિય) છે યાવતુ હે દેવાનુપ્રિયે ! હવે તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને, જન્મ મરણથી ભયભીત થઈને, આપની પાસે ખંડિત થઈ, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી, દીક્ષિત થવા માટે તત્પર થઈ છે. તેથી હે દેવાનુપ્રિયે ! હું આપને આ શિષ્ટારૂપ ભિક્ષા આપી રહ્યો છું. હે દેવાનુપ્રિયે ! આ શિષ્યારૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.
ભદ્ર સાર્થવાહે આ પ્રમાણે કહ્યું ત્યારે સુવ્રતા આર્યાએ કહ્યું- હે દેવાનુપ્રિયે! આપને સુખ ઉપજે તેમ કરો, શુભ કાર્યમાં વિલંબ ન કરો. |१९ तए णं सा सुभद्दा सत्थवाही सुव्वयाहिं अज्जाहिं एवं वुत्ता समाणी हट्ठतुट्ठा जाव सयमेव आभरणमल्लालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव सुव्वयाओ अज्जाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुव्वयाओ अज्जाओ तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
आलित्ते णं भंते ! लोए, पलित्ते णं भंते ! लोए, आलित्त-पलित्तेणं भंते ! लोए, जराए मरणेणं य एवं जहा देवाणंदा तहा पव्वइया जाव अज्जा जाया इरिया- समिया जाव गुत्तबंभयारिणी। ભાવાર્થ - સુવ્રતા સાધ્વીજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે સુભદ્રા સાર્થવાહી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ અને તેણે એક બાજુ જઈને સ્વયમેવ વસ્ત્ર, માળા અને આભૂષણોને ઉતાર્યા, ઊતારીને સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો, લોચ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતાં ત્યાં આવી, આવીને સુવ્રતા આર્યાને ત્રણ વાર આદક્ષિણાપ્રદક્ષિણાપૂર્વક(આવર્તનપૂર્વક) વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભંતે ! આ સંસાર આદીપ્ત-જન્મ, જરા, મરણ રૂપ અગ્નિથી બળી રહ્યો છે, પ્રદીપ્ત—અત્યંત બળી રહ્યો છે ઈત્યાદિ, આ રીતે દેવાનંદાની જેમ તે સુવ્રતા આર્યાની પાસે પ્રવ્રજિત થઈ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, ઈન્દ્રિયોને નિગ્રહ કરનારી, ગુપ્ત બ્રહ્મચારિણી સાધ્વી બની ગઈ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રાની દીક્ષા વિધિનું કંઈક સંક્ષિપ્ત અને કંઈક વિસ્તૃત કથન છે. તેમજ આ સૂત્રોમાં તત્કાલીન સમાજ અને જૈન ધર્મમાં સ્ત્રીગૌરવ તથા સ્ત્રી સન્માનના ભાવનું નિદર્શન છે. ગઇ રેવાવા - ભગવાન મહાવીર પાસે માતા દેવાનંદાએ દીક્ષા ગ્રહણ કરી હતી. તે પ્રસંગનું વિસ્તૃત વર્ણન શ્રી ભગવતી સૂત્ર શતક-૩૩ માં છે, તે પ્રમાણે અહીં જાણવું. અહીં તેના પાઠનો અતિદેશ કર્યો છે. વિસ્તાર માટે જુઓ – ભગવતી સૂત્ર ભાગ-૩.