SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ | ११२ । શ્રી નિરયાવલિકા સૂત્ર विवेयन : પ્રસ્તુત સૂત્રોમાં સુભદ્રા સાર્થવાહીના આત્મભાવોની વિશુદ્ધિ પ્રગટ થાય છે. તેણીએ ધર્મશ્રવણ અને સત્સંગના પ્રભાવે શ્રાવક વ્રતનો સ્વીકાર કર્યો. વ્રતપાલન કરતાં કરતાં તેના સર્વ સંગ ત્યાગના ભાવ પરિપક્વ બન્યા અને પતિની આજ્ઞા મેળવી સંયમ માર્ગે પ્રયાણ કરવા કટિબદ્ધ બની. सुभद्रानी दीक्षा विधि :| १७ तए णं से भद्दे सत्थवाहे विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्तणाइ जावआमतेइ । तओ पच्छा भोयण वेलाए जावमित्तणाइ सक्कारे सम्माणेइ। सुभदं सत्थवाहिं ण्हायं जावसव्वालंकारविभूसियं पुरिससहस्सवाहिणिं सीयं दुरूहेइ। तएणं से भद्दे सत्थवाहे मित्तणाइ जाव सद्धिं संपरिखुडे सव्विड्डीए जाव रवेणं वाणारसीणयरीए मज्झमज्झेणं जेणेव सुव्वयाणं अज्जाणं उवस्सए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुरिससहस्सवाहिणिं सीयं ठवेइ, सुभदं सत्थवाहिं सीयाओ पच्चोरुहेइ। ભાવાર્થ :- ત્યાર પછી ભદ્ર સાર્થવાહે વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ભોજન તૈયાર કરાવ્યું અને પોતાના સર્વ મિત્રો, જ્ઞાતિબંધુઓ, સ્વજનો, સંબંધીઓ, પરિચિતોને આમંત્રણ આપ્યું અને ભોજનના સમયે ભોજન કરાવી તે મિત્રો આદિનો સત્કાર-સન્માન કર્યો અને સ્નાન કરી સર્વ અલંકારોથી વિભૂષિત થયેલી સુભદ્રા સાર્થવાહીને હજાર પુરુષો વહન કરી શકે તેવી પાલખીમાં બેસાડી. ત્યાર પછી તે ભદ્ર સાર્થવાહ મિત્ર, જ્ઞાતિજન, સ્વજન-સંબંધીઓથી પરિવૃત્ત, ભવ્ય ઋદ્ધિ-વૈભવ સાથે થાવત્ ભેરી આદિ વાદ્યોના નાદ સહિત વારાણસી નગરીની મધ્યમાં થઈને જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો ત્યાં આવ્યો, આવીને તે હજાર પુરુષોએ ઉપાડેલી તે શિબિકાને ઊભી રાખી અને સુભદ્રા સાર્થવાહીને શિબિકામાંથી નીચે ઉતારી. | १८ तए णं भद्दे सत्थवाहे सुभदं सत्थवाहिं पुरओ काउं जेणेव सुव्वया अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुव्वयाओ अज्जाओ वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सुभद्दा सत्थवाही ममं भारिया इट्ठा कंता, जाव एस णं देवाणुप्पिया ! संसारभउव्विग्गा, भीया जम्ममरणाणं; देवाणुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वयाइ । तं एयं णं अहं देवाणुप्पियाणं सीसिणिभिक्खं दलयामि । पडिच्छंतु णं देवाणुप्पिया ! सीसिणिभिक्खं । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । ભાવાર્થ :- ત્યાર પછી ભદ્ર સાર્થવાહ સુભદ્રાસાર્થવાહીને આગળ કરીને સુવ્રતા આર્યાની પાસે આવ્યો,
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy