SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] શ્રી નિરયાવલિકા સૂત્ર ત્યારપછી પોતાના પદાતીસેના નાયકને આજ્ઞા આપી કે સુસ્વરા ઘંટાને વગાડીને સર્વ દેવદેવીઓને ભગવાનના દર્શન માટે આવવાની સૂચના કરો. તે સેના નાયકે પણ તે પ્રમાણે જ કર્યું કાવત્ સૂર્યાભદેવની જેમ યાન વિમાનની વિદુર્વણા કરી. પરંતુ વિશેષતા એ છે કે તે વિમાન એક હજાર યોજના વિસ્તારવાળું હતું અને દરર યોજન ઊંચુ હતું. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ ૨૫ યોજનાની હતી. તે સિવાય શેષ વર્ણન સૂર્યાભદેવની જેમ જાણવું જોઈએ થાવ તે ભગવાનની પાસે આવ્યા, નાટયવિધિ કરીને પાછા ગયા. હે ભગવનું ! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને દેવની ઋદ્ધિ સંબંધમાં પ્રશ્ન પૂછ્યો. ભગવાને કૂટાકાર શાળાના દષ્ટાંત દ્વારા સમજાવ્યું કે તે સર્વ દિવ્ય ઋદ્ધિ આદિ તેના શરીરમાં અંતહિત થઈ ગઈ. ત્યાર પછી ગૌતમ સ્વામીએ તે ચંદ્ર દેવના પૂર્વભવની પૃચ્છા કરી. વિવેચન : પ્રસ્તુત સૂત્રના ભગવાન સમીપે થયેલા ચન્દ્ર દેવના આગમનનું સંક્ષિપ્ત વર્ણન છે. દેવો પોતાની ઋદ્ધિ દેખાડવા સેંકડો રૂપોની વિકર્વણા કરી વિવિધ નાટક દેખાડે છે. પછી તે બધા રૂપો શરીરમાં અંતહિત થઈ જાય છે. કુટાકાર શાળાનું દષ્ટાંતઃ- કોઈ અંદર–બહાર છાણથી લીંપેલી, બહારથી ચારે બાજુ કોટથી ઘેરાયેલી, ગુપ્ત ધારો વાળી, મજબૂત ધારવાળી, દરવાજામાંથી પવનનો પ્રવેશ થવો પણ અશક્ય હોય તેવી વિશાળ કુટાકાર શાળા(શિખરના આકારવાળી શાળા) હોય અને તે કૂટાકાર શાળાની નજીક એક મોટો જનસમૂહ બેઠો હોય તે પોતાની તરફ આવતાં ખૂબ મોટા મેઘપટલને અથવા પાણી વરસાવે તેવા વાદળાને અથવા પ્રચંડ વાવાઝોડાને આકાશમાં જોઈને તરત જ પોતાની સુરક્ષા માટે જનસમૂહ તે કૂટાકારશાળામાં પ્રવેશ કરી જાય છે. તે જ રીતે વિદુર્વણા કરેલી તે દિવ્ય દેવદ્ધિ આદિ શરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. પુષ્યમવ પુચ્છા :- ગૌતમ સ્વામી દ્વારા પૂર્વભવને જાણવાનો પાઠ અહીં વિશબ્દથી સંક્ષિપ્ત છે. તેનો વિસ્તૃત પ્રશ્ન આ પ્રમાણે જાણવો. હે ભગવન્!તે દેવને આ પ્રકારની દિવ્યઋદ્ધિ યાવતું દિવ્ય દેવપ્રભાવ તેને કેવી રીતે મળ્યા? કેવી રીતે પ્રાપ્ત થયા? પૂર્વભવમાં તે કોણ હતા? તેનું શું નામ અને કયું ગોત્ર હતું? કયા ગામ, નગર, નિગમ(વ્યાપાર પ્રધાન નગર), રાજધાની, ખેડ, કર્બટ(નીચા નીચા ઘરવાળું ગામ), મડબ(જેની આસપાસ ચારે બાજુ એક યોજન સુધી બીજું કોઈ ગામ ન હોય), પત્તન(સમુદ્રની નજીકનું ગામ-નગર), દ્રોણમુખ(જલ અને સ્થલ માર્ગ સાથે જોડાયેલું નગર), આકર, આશ્રમ, સબાહ (યાત્રીઓ, પથિકોને વિશ્રામ યોગ્ય ગ્રામ અથવા નગર), સન્નિવેશ (સાધારણ મનુષ્યોની વસતી)નો નિવાસી હતો? તેણે એવું કહ્યું દાન દીધું, કયા પુણ્યના કાર્યો કર્યા કે જેથી તે દેવે તે દિવ્યદ્ધિ થાવત દૈવિક પ્રભાવ પ્રાપ્ત કર્યા છે? ચંદ્રનો પૂર્વભવ : અંગતિ ગાથાપતિ :| ४ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं सावत्थी णामं णयरी होत्था ।
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy