________________
[ ૩૨ ]
શ્રી આવશ્યક સૂત્ર
ત્રીજો આવશ્યક |
પ્રાક્કથન
%
%
%
%
%
%
%
આવશ્યક ક્રિયાની આરાધના કરતાં સાધક બીજા આવશ્યકમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરે, ત્યાર પછી તેનો ભક્તિનો સ્રોત ગુરુ તરફ પ્રવાહિત થાય છે, તેથી ત્રીજો આવશ્યક ગુરુ વંદનાનો છે. તીર્થકરોની અનુપસ્થિતિમાં ગુરુ જ સાધના માર્ગના માર્ગદર્શક હોવાથી સાધક પોતાની કૃતજ્ઞતા પ્રદર્શિત કરવા માટે મન, વચન અને કાયાથી ગુરુના ગુણો પ્રતિ સર્વાત્મના સમર્પિત થઈ જાય છે, ગુરુના ચરણોમાં સહેજે ઝૂકી જાય છે, ઉત્કૃષ્ટ ભાવે વિધિ સહિત બાર આવર્તનપૂર્વક ગુરુને વંદન કરે છે.
વંદનાના ત્રણ પ્રકાર છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. ગુરુ વિહારાદિમાં હોય, રસ્તામાં સામે મળે ત્યારે “મર્થીએણ વંદામિ' શબ્દના ઉચ્ચારણ પૂર્વક બે હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરવા, તે જઘન્ય વંદન છે. દિવસ દરમ્યાન ગુરુ બેઠા હોય, ત્યારે તિખુત્તોનો પાઠ બોલી ત્રણ આવર્તનપૂર્વક પંચાંગ નમાવીને વંદન કરવા, તે મધ્યમ વંદન છે. પ્રતિક્રમણ સમયે “ઇચ્છામિ ખમાસમણો’ નો પાઠ બોલી બાર આવર્તનપૂર્વક, ઊકડું આસને બેસીને વંદન કરવા, તે ઉત્કૃષ્ટ વંદન છે.
વંદન કરવાથી સાધકના અહંભાવનો નાશ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાનુસાર વંદન કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે. ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે. સૌભાગ્ય અને અપ્રતિહત આજ્ઞારૂપ ફળ ને પ્રાપ્ત કરે છે. તે જીવ દાક્ષિણ્યભાવને-કુશળતાને પામે છે.
આચાર્ય ઉમાસ્વાતિએ ગુરુ પ્રત્યેના વિનયના ફળની પરંપરાનું કથન કર્યું છે.
विनयफलं शुश्रुषा, गुरुशुश्रुषाफलं श्रुतज्ञानम्, ज्ञानस्य फलं विरति, विरतिफलं चावनिरोधः । संवरफलं तपोबलमय तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् । योगनिरोधाद् भवसंततिक्षयः संततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ।
ગુરુનાવિનયનું ફળ સેવાભાવની જાગૃતિ છે, ગુરુદેવની સેવાનું ફળ શાસ્ત્રોના ગંભીર અને રહસ્યપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ છે, જ્ઞાનનું ફળ પાપાચારથી નિવૃત્તિ છે, પાપાચારની નિવૃત્તિનું ફળ આશ્રવ-નિરોધ છે, આશ્રવ નિરોધ અર્થાતુ સંવરનું ફળ તપશ્ચરણ છે, તપશ્ચરણનું ફળ કર્મની નિર્જરા છે, નિર્જરા દ્વારા ક્રિયાની નિવૃત્તિ અને ક્રિયા નિવૃત્તિથી યોગ નિરોધ થાય છે.
યોગનિરોધથી જન્મમરણની પરંપરાનો ક્ષય થાય છે. જન્મ મરણની પરંપરા ક્ષય થવાથી આત્માને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આ રીતે સમગ્ર કલ્યાણોનું એકમાત્ર મૂળ કારણ વિનયપૂર્વકના વંદન છે.
ઇચ્છામિ ખમાસમણોના પાઠમાં ગુરુને બાર આવર્તનપૂર્વક વંદન કરવાની વિશિષ્ટ વિધિ તથા ગુરુની આશાતનાના વિવિધ કારણો તથા તેની ક્ષમાયાચના કરવાનું સૂચન છે.