________________
આવશયક-૨
.
૩૧ ]
રહિત બોધિલાભ અને સર્વશ્રેષ્ઠ ભાવ સમાધિ પ્રદાન કરો.
તીર્થકરો વીતરાગ હોવાથી કોઈ પણ વ્યક્તિને કોઈ વસ્તુ આપતા નથી પરંતુ ભક્ત પોતાની ભક્તિની અંતરભાવો પ્રગટ કરે છે. ભક્તો પોતાની ભાવ વિશુદ્ધિની અનંત કર્મોનો નાશ કરીને લક્ષ્ય સિદ્ધ કરે છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે
भत्तीइ जिनवराणं परमाए खीणपिज्जदोसाणं ।
आरुग्ग बोहिलाभं समाहि मरणं पावंति ॥१०९७॥ અર્થ- જિનેશ્વરની પરમ ભક્તિથી ભક્તના રાગ-દ્વેષ રૂપ દોષો નાશ પામે છે અને તે સહજ રીતે આરોગ્ય, બોધિલાભ અને સમાધિમરણને પ્રાપ્ત કરે છે. (૫) તીર્થકરોને આપેલી ઉપમા- જગતના કોઈ પણ પદાર્થો પરમાત્માની તુલના કરવા સમર્થ નથી, તેમ છતાં ભક્તો પોતાના ભાવો પ્રમાણે પ્રભુના ગુણોને સમજાવવા વિવિધ પદાર્થોની ઉપમા આપે છે. વેસુ ખિન્મનાર - ચંદ્રથી અધિક નિર્મળ. લોકમાં ચંદ્રની નિર્મળતા પ્રસિદ્ધ છે, પરંતુ ચંદ્રમાં કલંક છે. પરમાત્મા કર્મરૂપ રજ-મલથી સર્વથા મુક્ત હોવાથી સંપૂર્ણ રીતે નિર્મળ છે. તેમની નિર્મળતામાં કોઈ કલંક નથી તેમજ આ નિર્મળતા સૈકાલિક છે, તેથી પ્રભુ ચન્દ્રથી અધિક નિર્મળ છે. સાન્વેસુ હિયં પાથરી- સૂર્યથી અધિક પ્રકાશક: સૂર્ય ઉદય-અસ્ત પામે છે, તેનો પ્રકાશ સીમિત ક્ષેત્રને મર્યાદિત કાલ સુધી જ પ્રકાશિત કરે છે. પરમાત્માનો કેવળજ્ઞાન રૂપ પ્રકાશ અનસ્ત છે. તેમાં ક્યારેય વધ-ઘટ થતી નથી, તે સૈકાલિક છે અને એક જ સમયમાં લોકાલોકને પ્રકાશિત કરે છે, તેથી પ્રભુ સૂર્યથી અધિક પ્રકાશ કરનારા છે. સારવાર મીરા- સર્વ સમુદ્રોમાં વર-શ્રેષ્ઠ સ્વયંભૂરમણ સમુદ્રની સમાન ગંભીર. અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કે પરીષદોમાં પ્રભુ ચલિત થતાં નથી. પ્રભુના આત્મ પરિણામોમાં કોઈ પણ પ્રકારના વેભાવિક ઉછાળા આવતાં નથી. પ્રભુ અખંડ સમભાવમાં શાશ્વતકાલ માટે સ્થિત રહે છે. સિતા િિાં મમ વિસંત - હે સિદ્ધો ! મને સિદ્ધ ગતિ બતાવો. પ્રભુ વીતરાગ છે. તેઓ કોઈ પણ વસ્તુનું આદાન-પ્રદાન કરતા નથી, તેવું ભક્ત સ્પષ્ટપણે સમજે છે, છતાં તીર્થકરો પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિથી પુનઃ પુનઃ પોતાની અંતિમ ભાવના ભગવાન સમક્ષ પ્રગટ કરે છે અને પોતાનું શ્રદ્ધાબળ વધારે છે.
છે આવશ્યક-ર સંપૂર્ણ